Aapnu Gujarat
મનોરંજન

તમામ કુશળતા છતાંય કૃતિ ખરબંદા ફ્લોપ સાબિત થઇ

બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદા બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથે સાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જો કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કતિ આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિ છેલ્લે ગેસ્ટ ઇન લંડન ફિલ્મમાં નજરે પડી હતી. કોમેડી ફિલ્મ લિવ ઇન રિલેશનશીપ પર આધારિત ફિલ્મ હતી. જે જુલાઇ મહિનામાં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી અજય દેવગનની ફિલ્મ અતિથી તુમ કબ જાવોગે ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. ફિલ્મમાં કાર્તિક આર્યન અને પરેશ રાવલની ભૂમિકા હતી. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે.
કૃતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા કૃતિ કહે છે કે ત ફેક અભિનય કરતી નથી. આલિયા પ્રત્યે તેના મનમાં ખુબ સન્માન છે.
કૃતિનુ કહેવુ છે કે તે જ્યારે ભટ્ટ કેમ્પની ફિલ્મ રાજ રીબુટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે માત્ર એક વખત આલિયા ભટ્ટને મળી હતી. પહેલા તેને લાગતુ હતુ કે પુજા ભટ્ટ સારી અભિનેત્રી છે. પરંતુ આલિયા સ્ટાર પણ છે અને અભિનેત્રી પણ છે. તે આલિયા ભટ્ટની કોઇ ફિલ્મ છોડતી નથી. કૃતિનુ કહેવુ છે કે તે આલિયાની ફિલ્મ પ્રથમ દિવસે પ્રથમ શોમાં જોઇ કાઢે છે.

Related posts

अनीस बज्मी बोले, तैयार है ‘नो एंट्री २’ की स्क्रिप्ट

aapnugujarat

જાન્હવી અને અર્જુનને લઇ ફિલ્મ બનાવવા માટે તૈયારી

aapnugujarat

કલ્કીને પણ પગ જમાવવા માટે સંઘર્ષ કરવાની ફરજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1