Aapnu Gujarat
રાષ્ટ્રીય

બળાત્કારની તપાસ સરકારી ગાઈડલાઈન મુજબ નથી થતી : રિસર્ચ

સામાન્ય રીતે મહિલાઓ ઉપર થતા બળાત્કારના મામલામાં મોટા ભાગના કેસમાં ચીત-પરિચિત અને ઓળખીતાઓ ગુનેગાર હોવાનું વિશ્વભરમાં સામે આવ્યુ છે ત્યારે બળાત્કારના કેસની તપાસ સરકારી ગાઈડલાઈન મુજબ કરવામાં આવતી નથી. આ અમે નહી પરંતુ એક સંશોધનમાં સાબિત થયુ છે. એક સંશોધનમાં બહાર આપ્યુ છે કે, બળાત્કાર પીડિતાઓની તબીબી તપાસમાં સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ધારિત દિશાનિર્દેશોનું પાલન કરવામાં નથી આવતું. આ રિસર્ચમાં તબીબી તપાસ કરનાર તબીબકર્મીઓને યોગ્ય પ્રશિક્ષણ આપવાની પણ માંગ કરવામાં આવી છે. આ અધ્યયન કાયદા અને ન્યાય મંત્રાલયના ન્યાય વિભાગ અને સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ની મદદથી નોનગર્વમેન્ટ સંસ્થા પાર્ટનર ફોર લો ઈન ડેવલપમેન્ટે કર્યુ છે. આ રિસર્ચમાં એ પણ સામે આવ્યુ છે કે, કેટલીક પીડિત મહિલાઓને તો બળાત્કારનો ભોગ બન્યા બાદ એફઆરઆઈ નોંધાવવામાં પણ તકલીફ પડે છે અને પોલીસ સ્ટેશનમાં પીડિતાઓએ આ અંગે ચક્કર લગાવવા પડે છે.
જો કે પછીથી એપઆઈઆરની એક કોપી પીડિતાને મોકલી આપવામાં આવે છે. રિસર્ચ અનુસાર પીડિતાઓની સહમતી વગર જ તબીબો તપાસ આદરી દે છે. અને પછીથી તેમના હસ્તાર અથવા અંગૂઠાના નિશાન લઈ લેવામાં આવે છે. પીડિતાના એ જ કપડાને ફોરેન્સીક તપાસ માટે મોકલી આવવામાં આવે છે જે ઘટના વખતે પીડિતાએ પહોર્યા હોય. સાથે સાથે પીડિતાને અને તેના પરિવારને સુરક્ષા આપવામાં પણ સરકાર ઉણી ઉતરી છે. અદાલત અને પોલીસ સ્ટેશનમાં લગાવેલા કેમેરાથી કેસ દરમિયાન આરોપી દ્વારા મળતી ધાક-ધમકીઓની પણ જાણ કારી રાખવી જોઈએ. આ રિસર્ચમાં દિલ્હીમાં ચાર ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલી રહેલા ૧૬ કેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
એ સિવાય પરિચિતો દ્વ્રારા બળાત્કારનો ભોગ બનેલા કેસનો પણ સમાવેશ કરવામાં આવ્યુો છે. સૌથી વધુ ઓળખીતાઓ દ્વારા જ બળાત્કાર ગુજારવા આવ્યો હોવાનું પણ સામે આવ્યુ હતુ. મોટા ભાગે થતા બળાત્કારોમાં ચિરપરિચીતો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું વિશ્વભરમાં સામે આવ્યુ છે.

Related posts

કોંગ્રેસ છોડી જેડીએસ લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે..!!?

aapnugujarat

अब भारत में बनाएंगे सुपर हॉर्नेट फाइटर प्लेन

aapnugujarat

જાતિવાદી વસ્તી ગણતરીની અખિલેશ દ્વારા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1