Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં આગ લાગતાં ભારે દોડધામ

શહેરના લાલદરવાજા વિસ્તારમાં અપનાબજાર ખાતે આવેલી ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં આજે બપોરે શોટ-સર્કીટના કારણે આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી. જો કે, આગ સામાન્ય હોઇ કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી. આગ વધુ નહી વકરતાં અને સમયસર બુઝાવી દેવાતાં સૌકોઇએ રાહતનો દમ ખેંચ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, લાલદરવાજા વિસ્તારમાં અપનાબજાર ખાતે ડી બ્લોકમાં પહેલા માળે સ્થિત ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં આજે બપોરે અચાનક શોટ-સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાના કારણે ધુમાડા નીકળતાં અને તણખા ઝરતાં કોર્ટ કર્મચારીઓનું ધ્યાન ગયું હતુ અને આગ લાગી હોવાની બધાને જાણ થતાં વકીલો-કર્મચારીઓ સહિત સૌકોઇમાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે કોર્ટરૂમ અને સમગ્ર ફલોર પર લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આગના બનાવ અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત રેવન્યુ બાર એસોસીએશનના સેક્રેટરી કેતન શાહ અને ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશનના મેનેજર તરૂણ ઠક્કરે જણાવ્યું હતું કે, આગના કારણે થોડીવાર માટે દોડધામ મચી ગઇ હતી જો કે, સદ્‌નસીબે આગ બહુ મોટી નહી હોવાથી કોઇ ઇજા કે નુકસાન નોંધાયા ન હતા. આગ સમયસર બુઝાઇ જતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી અને બધાએ રાહતનો દમ લીધો હતો.

Related posts

ગાંધીનગર સિવિલમાં બેડનું વેચાણ થતું હોવાનું ખુદ સુપ્રિટેન્ડેન્ટે સ્વીકાર્યું

editor

ભાવનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં મહારક્તદાન કેમ્પ યોજાયો

editor

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય યોજનાના લાભ અંગે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1