Aapnu Gujarat
રમતગમત

યુએસ ઓપન : શારાપોવાની શાનદાર રમત યથાવત

ન્યુયોર્કમાં રમાઇ રહેલી વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રશિયન ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાએ જીત મેળવી ત્રીજા રાઉન્ડમાં આગેકુચ કરી દીધી છે. મહિલા વર્ગમાં સ્વિટોલિના અને મુગુરુઝાએ પણ તેમની આગેકુચ જારી રાખી છે. બુધવારના દિવસે પોતાની બીજા રાઉન્ડની મેચમાં શારાપોવાએ હંગેરીની બાબોસ પર રોમાંચક મેચમાં ૬-૭, ૬-૪, ૬-૧થી જીત મેળવી હતી. આ મેચ આર્થર એશ સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં ટેનિસ ચાહકો હાજર રહ્યા હતા. શારાપોવાએ પ્રથમ રાઉન્ડની મેચમાં શક્તિશાળી સિમોના હેલેપ પર મેળવી હતી. શરૂઆતના દિવસોમાં જ વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ કરી ચુકેલી રશિયાની ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાએ અગાઉ પ્રથમ રાઉન્ડમાં મોટો અપસેટ સર્જીને બીજી ક્રમાંકિત ખેલાડી સિમોના હેલેપ ઉપર જીત મેળવી હતી. સિમોના ઉપર શારાપોવાએ ૬-૪, ૪-૬ અને ૬-૩થી જીત મેળવી હતી. ૧૯ મહિના બાદ પ્રથમ વખત રમી રહેલી મારિયા શારાપોવાએ ગ્રાન્ડસ્લેમ મેચમાં શાનદાર વાપસી કરી હતી. આર્થર એસ સ્ટેડિયમ ખાતે મારિયા શારાપોવાએ જોરદાર રમત રમી હતી. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેના વિલિયમ્સ સામે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા બાદ શારાપોવાની આ પ્રથમ મેચ હતી. તે વખતે શારાપોવા પ્રતિબંધિત દવા માટે ટેસ્ટ પોઝિટીવ આવી જતાં તેના ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ૧૫ મહિના માટે તેના ઉપર ડોપિંગ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. યુએસ ઓપનમાં મહિલા વર્ગમાં અન્ય સ્ટાર ખેલાડીઓની આગેકૂચ જારી રહી છે. ચોથા ક્રમાંકિત ખેલાડી એલેકઝાન્ડર ઝેરેવે પોતાની મેચ જીતી લીધી હતી. મહિલાઓના વર્ગમાં સ્વેતલાના કુઝનેત્સોવાએ હારતા હારતા પોતાની મેચ જીતી હતી. બીજી બાજુ યુક્રેનની ચોથી ક્રમાંકિત ખેલાડી સ્વિટોલીનાએ કેટરીના ઉપર સીધા સેટોમાં ૬-૦, ૬-૭, ૬-૩થી જીત મેળવી હતી. ૩૭ વર્ષીય વિનસ વિલિયમ્સે ફ્રાંસની ડોડિન ઉપર ૭-૫, ૬-૪થી જીત મેળવી હતી. મુુગુરુઝાએ પણ પોતાની મેચ જીતી હતી.

Related posts

ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે તૈયારીઓમાં વ્યસ્ત બની

editor

बांगलादेश टेस्ट टीम में शाकिब अल हसन की वापसी

editor

धोनी सीमित ओवरों में सर्वश्रेष्ठ विकेट कीपर और फिनिशर हैं : प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1