Aapnu Gujarat
ગુજરાત

ટામેટાં, કંકોડાં, કારેલાં, પરવળના ભાવ રૂ.૧પ૦ સુધી પહોંચ્યા

તહેવારોની શરૂઆતમાં શાકભાજી, ટામેટાં અને ડુંગળીના ભાવમાં તેજી આવતાં જ ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. ગયા અઠવાડિયે ડુંગળી રૂ.રપથી ૩૦ની કિલો મળતી હતી તે વધીને હવે રૂ.પ૦ પર પહોંચી ગઇ છે. બીજી તરફ ગૃહિણીઓનાં માસિક બજેટ ખોરવાતાં શાકભાજીના ભાવ પણ તહેવારો શરૂ થતાંની સાથે જ આસમાને પહોંચ્યા છે. ગત સપ્તાહે કિલો દીઠ રૂ.૮૦ થી ૧૦૦એ મળતાં કંકોડાં, પરવળ, મેથીની ભાજી, કારેલાં વગેરે રૂ.૧પ૦ને પાર ગયા છે.ડુંગળીના ભાવ ઘટતાં સપ્ટેમ્બર મહિનો આવી જશે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાવેતરમાં ઘટાડો અને આંધ્રથી આવનારી નવી આવકના સમયગાળાને ડુંગળીના ભાવ ઘટાડવા આડે એક મહિનાનો સમય લાગી જશે. અત્યારે ડુંગળીના ભાવ રૂ.૪પ૦ મણ દીઠ બોલાઇ રહ્યા છે. તેનું કારણ હાજર માલની શોર્ટેજ અને સંગ્રહખોરો માલ કોર્ડન કરીને બેઠા છે તે જણાવાઇ રહ્યું છે.આજે એપીએમસી માર્કેટમાં ટામેટાંનો ભાવ પ્રતિ ર૦ કિલો રૂ.૬૦૦થી ૧૦૦૦ બોલાઇ રહ્યો છે. તેથી ટામેટાં છુટક ભાવે અત્યારે રૂ.૮૦ થી ૧ર૦ના ભાવે વેચાઇ રહ્યાં છે. માત્ર કાંદા અને બટાકા જ નહીં કંકોડાં, પરવળ, ચોળીના ભાવ અત્યારે રાંધણ છઠ્ઠ નજીક આવતાં જ આસમાને છે. રૂ.૧૬૦ના ભાવે કિલો દીઠ છુટક વેચાણ થઇ રહ્યું છે તો કોથમીર, મેથીની ભાજી વગેરે રૂ.ર૦૦ કિલો દીઠ ભાવ બોલાઇ રહ્યા છે.એક સપ્તાહ પહેલાં જે શાકભાજી ૬૦થી ૭૦ કિલો દીઠ મળતાં હતાં તે અત્યારે ૯૦થી ૧૦૦ રૂ. પ્રતિ કિલો વેચાઇ રહ્યાં છે. શ્રાવણ મહિનો અને તહેવારોની સિઝન છે ત્યારે શાકભાજી તેમજ બટાકા, ટામેટાંના વધારાના કારણે ગૃહિણીઓના બજેટમાં રૂ.૧૦૦૦નો માસિક વધારો થતાં રસોડાના બજેટ ખોરવાયાં છે.તુરીયા રૃ.૨૦ કિલો મળતા હતા.જેના ભાવ રૃ. ૮૦ કિલો થઈ ગયા છે. ફુલાવર, કોબીઝના ભાવોમાં ત્રણ ગણા થઈ ગયા છે.ટામેટાની માર્કેટમાં આવક થઈ હોવા છતા રીટેઈલમાં રૃ.૧૨૦ કિલો મળી રહ્યા છે. દેશી કાકડી રૃ.૧૨૦ કિલો મળતી નથી.જેના લીધે લોકોને ખીરા કાકડી ખાવાનો વારો આવી ગયો છે. મોંઘવારીનો માર ઓછો થાય તેવી લોકોની અપેક્ષા ફોગટ સાબિત થઈ રહીં છે. લીલા શાકભાજીના ભાવ પણ ઘટવાનું નામ લેતા નથી. કાળાબજારીયોની સંગ્રહખોર વૃત્તિના કારણે ડુંગળી,ટામેટા અને લીલા શાકભાજીના ભાવે હદ વટાવી દીધી છે પરંતુ, જવાબદાર અધિકારીઓને કંઈ પડી નથી.સામાન્ય દિવસોમાં રૃ.૨૦ કિલો મળતા સરગવો,ભીડા, ચોળી, ટીટોળા સહિતના લીલા શાકભાજી અત્યારે રૃ.૧૨૦ કિલો થઈ ગયા છે. છુટક વેપારીઓ મનફાવે તેવા ભાવો વિસ્તાર પ્રમાણે વસૂલી રહ્યા છે. લીલા શાકભાજી,ટામેટા, લીલા મરચા સહિતના બેફામ ભાવ વધારાને કાબુમાં લાવવાની જગ્યાએ પુરવઠા વિભાગના અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે.

Related posts

રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું સીએમએ ઉદઘાટન કર્યું

aapnugujarat

मणिनगर क्षेत्र में बीयु परमीशन आवास के लिए लेकर स्कूल शुरू कर दी

aapnugujarat

નર્મદા યોજનાનાં વિસ્થાપિતોનાં મામલે વિરોધ કરવા આવતા મેધા પાટકર અને તેના સાથીઓની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1