Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સિંગાપોરમાં દરેક સેક્ટરમાં માણસોની અછત

એશિયાના સૌથી આધુનિક અને પ્રામાણિક દેશોમાં સિંગાપોરનું નામ ટોચ પર લેવાય છે. જોકે, સિંગાપોર છેલ્લા ઘણા સમયથી જન્મદરમાં ઘટાડાનો સામનો કરે છે જેના કારણે દરેક ક્ષેત્રમાં સ્કીલ્ડ લોકોની અછત પેદા થવા લાગી છે. સિંગાપોરની ઘણી ઈન્ડસ્ટ્રીને વિદેશી કામદારોની જરૂર છે તેથી આ દેશ હવે તેની ઈમિગ્રેશન પોલિસીને હળવી કરી રહ્યો છે. સિંગાપોર અત્યારે કામદારોની અછતનો સામનો કરે છે અને ઘટતો જતો જન્મદર ચિંતાજનક લેવલ પર છે.

હવે સિંગાપોરના ડેપ્યુટી વડાપ્રધાન લોરેન્સ વોંગે જણાવ્યું છે કે તેઓ વિદેશી વર્કર્સને મોટી સંખ્યામાં આમંત્રિત કરે છે. વસતી વધારાનો દર નીચો હોવાના કારણે ટેલેન્ટની અછત પેદા થઈ છે. ખાસ કરીને ડિજિટલ ઈકોનોમીના ક્ષેત્રમાં સિંગાપોર બહારથી વર્કર્સને લાવવા માટે વિચારે છે. અત્યારે તો ડિજિટલ ઈકોનોમીના ક્ષેત્રમાં અનુભવી લોકોની એટલી બધી અછત છે કે મોટી કંપનીઓને પણ લોકો મળતા નથી.

સિંગાપોરમાં કયા સેક્ટરમાં જોબ ઉપલબ્ધ છે?

સિંગાપોર એક આધુનિક શહેર જેવો દેશ છે. તેથી ત્યાં ખાસ સ્કીલ ધરાવતા અને ટેકનિકલ કુશળતા ધરાવતા લોકો માટે વધારે જોબ હાજર છે. તેમાં એગ્રીટેક, ઉડ્ડયન, શિપિંગ, ફાર્માસ્યુટિકલ અને બાયો ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ,, ટુરિઝમ, હેલ્થકેર જેવા ક્ષેત્રમાં વધારે જોબ હાજર છે.

સિંગાપોરમાં અત્યારે કુલ વિદેશી વર્કફોર્સમાં બે તૃતિયાંશ લોકો વર્ક પરમિટ ધારકો છે. આ લોકો એવી જોબ કરે છે જેમાં સ્થાનિક લોકોને કામ કરવામાં રસ નથી હોતો. વર્ષ 2023માં સિંગાપોરનો કુલ ફર્ટિલિટી રેટ ઘટીને 0.97 ટકા થયો હતો. એટલે કે એક લાખની વસતી દીઠ એક વર્ષમાં માત્ર 0.97 બાળકોનો જન્મ થયો હતો. સિંગાપોરના સમગ્ર ઈતિહાસમાં અત્યારે જન્મદર તળિયે છે.

સિંગાપોર તેની ટચુકડી સાઈઝના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. સિંગાપોર પાસે કોઈ કુદરતી રિસોર્સ નથી. સિંગાપોરમાં કોઈ અંતરિયાળ વિસ્તાર નથી. તેથી તમામ રિસોર્સની બહારથી આયાત કરવી પડે છે. જ્યારે ખાડીના નાના દેશો પાસે પણ ઓઈલ છે તેથી તેઓ હરીફાઈ કરી શકે છે. આવી સ્થિતિમાં પણ સિંગાપોર આગામી બેથી ત્રણ વર્ષ સુધી વાર્ષિક 2થી 3 ટકાના દરે ગ્રોથ કરવાની અપેક્ષા રાખે છે.

સિંગાપોરમાં એવિયેશન સેક્ટર ઝડપથી ગ્રોથ કરે છે અને દેશના જીડીપીમાં ત્રણ ટકા હિસ્સો આપે છે. હાલમાં ઉડ્ડયન સેક્ટરમાં લગભગ બે લાખ લોકો કામ કરે છે. તેમાંથી મોટી સંખ્યામાં લોકો આગામી ચાર-પાંચ વર્ષમાં રિટાયર થવાના છે તેથી તેમને રિપ્લેસ કરવા માટે વિદેશી લોકોની જરૂર પડશે.
આ ઉપરાંત શિપિંગ ઈન્ડસ્ટ્રી પણ સિંગાપોરના અસ્તિત્વ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેની સાથે સાથે કન્સ્ટ્રક્શન સેક્ટરે પણ સિંગાપોરના ગ્રોથને વેગ આપવાનું કામ કર્યું છે.

Related posts

મદદના બદલે મિલિટ્રી બેઝ બનાવવા જમીન આપવાનો માલદીવ સરકારનો નનૈયો

aapnugujarat

નેપાળમાં રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી

editor

अमेरिका ने एफ-16 पर पाकिस्तान को लगाई फटकार

aapnugujarat
UA-96247877-1