Aapnu Gujarat
બિઝનેસ

FMCG કંપનીઓએ 10 ટકા ભાવવધારો ઝીંકી દીધો

ભારતમાં મોંઘવારી અને ભાવવધારો એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કાચી સામગ્રી મોંઘી થવાના કારણે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ તેમની ચીજવસ્તુઓના ભાવ સતત વધારતા હોય છે. તાજેતરમાં પણ એફએમસીજી સેક્ટરની કંપનીઓએ તેમની પ્રોડક્ટના ભાવમાં 10 ટકા સુધી વધારો કર્યો છે. આ વધારે સાબુ, શેમ્પૂ, તેલ, ટૂથપેસ્ટ જેવી કેટેગરીમાં જોવા મળ્યો છે. આગામી દિવસોમાં પણ નવા નાણાકીય વર્ષથી પ્રોડ્કટના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે.

એમ્કે ગ્લોબલના એક અહેવાલ પ્રમાણે સાબુ, ખાદ્યતેલ અને બિસ્કિટ એ માત્ર એવી ત્રણ કેટેગરી છે જેમાં ભાવ વધવાના બદલે ઘટ્યા હતા. ત્યાર પછી વધારાનો ટ્રેન્ડ છે. એફએમસીજી કંપનીઓ ઘણા સમયથી ભાવવધારો કરવાની યોગ્ય તક શોધતી હતી અને તે તક તેમને મળી ગઈ છે. બજારમાં ડિમાન્ડ નબળી છે ત્યારે પોતાની નફાકારકતા સુધારવા માટે એફએમસીજી કંપનીઓએ ભાવમાં વધારો કરવાની જરૂર પડી હતી. ચોથા ક્વાર્ટરમાં તમામ કેટેગરીમાં સરેરાશ 10 ટકા ભાવવધારો થઈ ગયો છે. માત્ર સાબુ, ખાદ્ય તેલ જ એવી પ્રોડ્ક્ટ છે જેના ભાવ નહોતા વધ્યા.

ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ગુડ્સ ઉત્પાદક કંપની હિન્દુસ્તાન યુનિલિવરે ડિટર્જન્ટ બ્રાન્ડ્સ-રિન અને સર્ફ એક્સેલ ક્વિક વૉશના ભાવમાં 3થી ચાર ટકાનો વધારો કર્યો છે. તેના વિતરકોએ નામ ન આપવાની શરતે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ તેના 700 ગ્રામ અને 1.5 કિગ્રા એરિયલ ડિટર્જન્ટ પેકના ભાવમાં અનુક્રમે 4% અને 2.5% સુધીનો વધારો કર્યો છે.

ટૂથપેસ્ટ, હેર ઓઈલ, ડિટર્જન્ટ, શેમ્પૂ, હેલ્થ ફૂડ ડ્રિંક, ચા અને કોફીમાં કંપનીઓએ સતત ધીમે ધીમે વધારો કર્યો છે. ટૂથપેસ્ટની વાત કરવામાં આવે તો હિંદુસ્તાન યુનિલિવરે પેપ્સોડન્ટના ભાવમાં બેથી 10 ટકાનો વધારો કર્યો છે. કોલગેટ પામોલિવની ટૂથપેસ્ટમાં 10 ટકા ભાવવધારો થયો છે. આ ઉપરાંત કોલગેટે વિઝિબલ વ્હાઈટ લાઈનનો ભાવ 15 ટકા વધારી દીધો છે.

મિલ્કના ભાવમાં મોટો ફેરફાર થયો નથી તેથી એચયુએલે બૂસ્ટના ભાવમાં માત્ર એક ટકાનો અને હોર્લિક્સ ચોકલેટ ડિલાઈટના ભાવમાં 4 ટકાનો વધારો કર્યો છે. તેવી જ રીતે કેડબરીએ બોર્નવિટા પ્રો હેલ્થનો ભાવ બે ટકા અને બોર્નવિટા લિલ ચેમ્પિયનનો ભાવ 4 ટકા વધાર્યો છે. ઝાયડસ વેલનેસે પણ કોમ્પ્લાનનો ભાવ 5થી 8 ટકા સુધી વધાર્યો છે.

આગામી સમયમાં ગ્રામીણ ભારતમાં લોકોની આવકમાં કેટલો વધારો થાય છે તેના પરથી આ કંપનીઓ ભાવનો અંદાજ બાંધશે. તાજેતરમાં ડાબર સરસો આમલા હેરઓઈલનો ભાવ 5 ટકા અને પેરાશુટના 200 અને 300 એમએલના યુનિટનો ભાવ 11 ટકા વધ્યો છે. ઈમામી પણ ત્રણ ટકા ભાવ વધારવાની છે અને ડાબરે 2.5 ટકા સુધી ભાવ વધારી દીધા છે.

Related posts

सन फार्मा ने एस्ट्राजेनेका से मिलाया हाथ

aapnugujarat

વોલમાર્ટ ફ્લિપકાર્ટના IPOને લઇ ઉત્સુક

aapnugujarat

સેંસેક્સ ૨૧ પોઇન્ટ ઘટીને ૩૩,૮૩૬ની સપાટી ઉપર

aapnugujarat
UA-96247877-1