Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઈલોન મસ્કે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું

ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે તેમના વિચારો વ્યક્ત કરીને યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે.
હાલમાં જ યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે યુએનએસસીમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિત્વ પર ખેદ વ્યક્ત કર્યો. આના પર પ્રતિક્રિયા આપતા ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કએ કહ્યું કે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારત માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના કાયમી સભ્ય ન હોવું તે તદ્દન વાહિયાત વાત છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આફ્રિકાને સંયુક્ત રીતે યુએનએસસીમાં આઈએમઓમાટે કાયમી બેઠક પણ મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદ વિશે વાત કરતા કહ્યું હતું કે કે દુનિયા આસાનીથી કોઈપણ વસ્તુઓ આપતી નથી, ક્યારેક તેને લેવી પણ પડે છે.
સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનું કામ કરે છે. આમાં ૧૫ સભ્યો હોય છે, જેમાં પાંચ કાયમી અને ૧૦ અસ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. કાયમી સભ્યોમાં યુએસ, યુકે, ચીન, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે, જેમની પાસે વીટો પાવર છે. ઉપરાંત, સામાન્ય સભાના ૧૦ બિન-સ્થાયી સભ્યો બે વર્ષની મુદત માટે ચૂંટાય છે.

Related posts

કોવેક્સિનમાં વાંછરડાના સીરમના ઉપયોગ મુદ્દે ભારત બોયોટેકે સ્પષ્ટતા કરી

editor

કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ સરકાર મજબૂત છે : સિદ્ધારામૈયા

aapnugujarat

મમતા બેનર્જીએ મોદી-શાહને કહ્યા રાવણ અને દાનવ

editor
UA-96247877-1