Aapnu Gujarat
ગુજરાત

હવે બદલાશે અમદાવાદની રોનક, બનશે સાત નવી સ્કાયલાઈન

અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગનો પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ હવે અમદાવાદની સ્કાયલાઈન ટૂંક સમયમાં બદલાવા જઈ રહી છે. હવે શહેરની વેસ્ટર્ન સ્કાયલાઈનને પુનઃ વ્યાખ્યાયિત કરવા માટે સાત મોટી બિલ્ડિંગ તૈયાર થઈ રહી છે. આ દરેક બાંધકામ 100 મીટરથી વધુ ઊંચું હશે, જેમાં 30 કરતાં વધુ માળ હશે, અને તેમાં રહેણાંક અને વ્યાપારી એટલે કે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એમ બંને સ્પેસ સામેલ હશે. આ બિલ્ડિંગ્સ માટેના એમઓયુ પર આ શુક્રવારથી શરૂ થનારી આગામી પ્રી-વાઈબ્રન્ટ સમિટમાં “લાઈવેબલ સિટીઝ ઓફ ટુમોરો” નામથી મોહર લગાવવામાં આવશે. ગુજરાતની શહેરી વસ્તી હાલમાં 48% છે જે 2035 સુધીમાં 60% ને વટાવી જવાની ધારણા છે. રાજ્ય ટકાઉ શહેર વિકાસમાં પ્રથમ સ્થાને છે. શહેરી વિકાસ સચિવ અશ્વની કુમારે વ્યૂહાત્મક આયોજન, કાર્યક્ષમ વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન સ્પેસના વિસ્તરણ માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો.

આ સમિટ માત્ર સ્થાનિક બાબત નહીં હોય પરંતુ NIUA, C40, CEDAI, AIILSG, ICLEI, CEPT, UNICEF India, World Bank, Alluvium Group, અને CityBlob વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સ્થાઓ અને નિષ્ણાતોની સહભાગિતા જોવા મળશે. તે ઝડપી શહેરીકરણના વૈશ્વિક વલણનો પ્રતિભાવ છે, જેમાં શહેરો કલ્ચર, ઈકોનોમી અને ક્લાઈમેટ ચેન્જની અસરો અને સામાજિક અસમાનતાઓ જેવા પડકારોનું કેન્દ્ર બની રહ્યા છે. તેઓ વૈશ્વિક જીડીપીમાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે.

હાલમાં વિશ્વની લગભગ અડધી વસ્તી શહેરોમાં રહે છે, અને અંદાજ દર્શાવે છે કે 2050 સુધીમાં શહેરોમાં વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તી વસવાટ કરશે. શહેરના વહીવટકર્તાઓ અને સંશોધકો માટે એક કન્વર્જીંગ પોઈન્ટ બનવાના લક્ષ્ય સાથે, સમિટમાં શહેલની જીવંતતા અને વાઈબ્રન્સીમાં વધારો કરવા પર ચર્ચાઓ શરૂ કરવામાં આવી છે. આ ખૂબ જ અપેક્ષિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની પ્રસ્તાવના તરીકે પણ કામ કરશે.
એક લાખ કરોડના એમઓયુ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 એ વાઈબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન છે. આ સમિટના એક મહિના પહેલાં રાજ્ય સરકારે બુધવારે 1 લાખ કરોડ રૂપિયાના 23 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુમાં પોર્ટ્સ, એન્જિનિયરિંગ ઓટો ઈન્ડસ્ટ્રી, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ટેક્સ્ટાઈલ અને એપરલ, ટેક્સ્ટાઈલ, ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી અને એજ્યુકેશનને આવરી લેવામાં આવ્યા છે. હસ્તાક્ષર કરાયેલા એમઓયુ રાજ્યમાં 70,000 થી વધુ નોકરીઓનું સર્જન કરે તેવી અપેક્ષા છે. નોંધનીય છે કે રાજ્ય સરકારે પ્રિ-વાયબ્રન્ટ સમિટ શરૂ કરી છે, જેમાં સંબંધિત ક્ષેત્રોમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Related posts

Acharya Devvrat takes sworn as new Governor of Gujarat

aapnugujarat

૭૦૦ કરોડનું ડ્રગ્સ પકડાવાના કેસમાં આતંકી કનેક્શન હોવાની શક્યતા

aapnugujarat

अहमदाबाद में स्वाइनफ्लू के ओर ७८ केस : ४ मरीज की मौत

aapnugujarat
UA-96247877-1