Aapnu Gujarat
બિઝનેસ

વર્ષ 2024 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે રહેશે શ્રેષ્ઠ : આ પાંચ ફંડ આપી શકે છે ફાયદો

 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ દિવસે દિવસે વધી રહ્યુ છે. ઓછુ જોખમ હોવાના કારણે લોકો તેમાં રોકાણ તરફ વળી રહ્યા છે. તેમાં પણ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ સારુ વળતર આપી શકે છે. તેમાં તમને કંપનીના વિકાસમાં ભાગ ભજવવાની તક મળે છે. જો કે તેમાં લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ કરતાં થોડુ જોખમ વધુ હોય છે.
સ્મોલ કેપ ફંડ્સે પણ લાંબા સમયથી સારું પ્રદર્શન કર્યું છે. તે અન્ય કોઈપણ ઈક્વિટી કેટેગરી કરતા વધુ રિટર્ન આપી શકે છે. આજે અમે તમને શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સારું પ્રદર્શન કરી રહ્યા છે અને નિષ્ણાતોની સલાહ પછી તમે 2024માં રોકાણ કરી તેમાં સારો ફાયદો મેળવી શકો છો.

લાર્જ કેપ ફંડ્સ કરતાં સ્મોલ કેપ શેર બજારની વધઘટ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. જ્યારે બજારની સ્થિતિ સુધરે છે, ત્યારે તેમના ભાવ ઝડપથી વધે છે, જ્યારે બજાર ઘટે છે, ત્યારે તેમની કિંમતો પણ ઝડપથી ઘટી જાય છે. રોકાણ કરતા પહેલા સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડની છેલ્લા 10 વર્ષની કામગીરી અને સાતત્યને ચકાસવી જોઈએ. પહેલેથી કરેલી રિસર્ચ જોખમ ઘટાડે છે અને તમારા નફાની તકો વધારે છે.

જો તમે રોકાણ કરવા માગો છો તો અમે તમને કેટલાક શ્રેષ્ઠ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જણાવીશુ, જેમણે છેલ્લા 10 વર્ષમાં જબરદસ્ત વળતર આપ્યું છે અને રોકાણકારોને સમૃદ્ધ પણ બનાવ્યા છે.જાણો આ પાંચ મ્યુચ્યુઅલ ફંડ કયા છે.

નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ : છેલ્લા 10 વર્ષમાં આ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડે લગભગ 29.5 ટકા રિટર્ન આપ્યું.તેમાં રોકાણ કરીને તમે વધુ સારું વળતર મેળવી શકો છો. રોકાણ કરતા પહેલા તમારે નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.

SBI મ્યુચ્યુઅલ ફંડ
આ સ્મોલ કેપ ફંડે પણ 10 વર્ષમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. આ સ્મોલ કેપ ફંડે છેલ્લા 10 વર્ષમાં 28.34 ટકા સુધી રિટર્ન આપ્યું છે. નિષ્ણાતોની સલાહ લઇને અને બજારના વલણને જોયા પછી તમે 2024માં તેમાં રોકાણ કરી શકો છો.

DSP સ્મોલ કેપ ફંડ
આ સ્મોલ કેપ ફંડે રોકાણકારોને 25.95 ટકા સુધીનું રિટર્ન આપીને ઘણી કમાણી કરાવી છે. આ મ્યુચ્યુઅલ કેપ ફંડ છેલ્લા 10 દાયકામાં વધુ સારું વળતર આપવાના સંદર્ભમાં ત્રીજા સ્થાને રહ્યું છે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ
આ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડે 25.15 ટકા સુધીનું વળતર આપેલુ છે. છેલ્લા 10 વર્ષોમાં તેણે સતત સારું પ્રદર્શન કર્યું છે અને તેના રોકાણકારોને વધુ સારું વળતર આપ્યું છે.

કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ
છેલ્લા એક દાયકામાં આ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડે સારુ પ્રદર્શન આપ્યું છે અને લોકોનો વિશ્વાસ પણ મેળવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડે 24.4 ટકા સુધીનું વળતર આપ્યું છે.

 

Related posts

जीएसटी लॉन्च करने तैयार है केन्द्र की मोदी सरकार

aapnugujarat

ચીન સિલ્ક રોડ પ્રોજેક્ટના નામે અનેક દેશોને દેવાદાર બનાવી રહ્યું છે : આઈએમએફ

aapnugujarat

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી નોતરશે ડોલર

aapnugujarat
UA-96247877-1