Aapnu Gujarat
ગુજરાત

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં ભાજપ અપનાવશે નો-રિપીટ થિયરી : C.R.PATIL

ગુજરાત ભાજપે પાલિકા અને કોર્પોરેશનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતની પસંદગી માટે સેન્સ લેવા 1500 જેટલા લોકોને જવાબદારી આપવામાં આવી હતી. જેમાં દરેક બેઠક માટે 3 નિરીક્ષક મોકલ્યા હતા જેમાં 1 મહિલાનો પણ સમાવેશ કરાયો હતો.

આ નિર્ણય વિશે માહિતી આપતા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે વધુમાં વધુ નવા લોકોને તક મળે તે માટે નો-રિપીટ થિયરી અપનાવાઇ છે. ભાજપ કુલ 90.5 ટકા બેઠકો જીત્યું છે. એટલે વધુથી વધુ લોકોને તક મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. સામાન્ય બેઠક પર સામાન્ય વર્ગમાંથી આવતા લોકોને પ્રાયોરિટી અપાશે. દરેક કાર્યકરની સિનિયોરિટી, આવડત, આક્ષેપ વગેરેને ધ્યાનમાં લેવાશે. કાર્યકર વિરુદ્ધ થયેલા આક્ષેપની ચકાસણી કરવામાં આવશે. આજે ગુજરાત ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં પારદર્શીરીતે આ અંગે મંથન કરવામાં આવશે

Related posts

ગોધરામાંથી ગુજરાત ATS-MTSએ 7 કરોડની 500-1000ની જૂની નોટો ઝડપી

editor

રાજકોટમાં આવક-જાતિના દાખલા માટે સવારથી લાગી લાંબી કતારો

aapnugujarat

એમ.જે.લાયબ્રેરીનું ૧૩.૪૭ કરોડનું બજેટ મંજુર

aapnugujarat
UA-96247877-1