Aapnu Gujarat
બિઝનેસરાષ્ટ્રીય

ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર અને કેબલ ઑપરેટર્સને પણ બદલી શકાશે

આગામી વર્ષે લોકો પોતાના ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર અને કેબલ ઑપરેટર્સને બદલી શકશો અને તે માટે તમારે તમારા સેટ-ટૉપ બોક્સમાં બદલાવની પણ જરૂર નહી પડે. આ બિલ્કુલ મોબાઇલ નંબર પોર્ટિબલિટીની જેમ જ હશે. જેમાં લોકો પોતાના નંબર બદલ્યા વગર જ સર્વિસ પ્રોવાઇડર બદલી શકે છે, એવું જ સહેલાઇથી ડીટીએચની સાથે પણ કરવામાં આવશે.
સૂત્રોનુસાર ટ્‌્રાઇના ચેરમેન આ વાતની જાણકારી આપતા કહ્યુ કે, ”બેંગ્લુરૂમાં ગત મહિને સેન્ટર ફૉર ડેવલપમેન્ટ ધ ટેલિમેટિક્સની સાથે બેઠક કરીને આ અંગે ચર્ચા કરી હતી. સીડોટ એક એવી એજન્સી છે જે અમને સેટ-ટૉપ બોક્સની ઇન્ટરઑપરેબિલિટી માટે એક પ્રોટોટાઇપ અને ટેક્નોલોજી આર્કિટેક્ચર વિકસિત કરવા માટે લગાવવામાં આવે છે.
ટ્‌્રાઇ છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દા પર કામ કરી રહ્યુ હતુ. પ્રોટોટાઇપ બન્યા બાદ અમને તેનું પુનરાવર્તન કરવાની ખબર પડશે અને કેવી રીતે કમર્શિયલ ઉપયોગથી ટેક્નૉલોડીનું ટ્રાન્સફર કરી શકાશે. આ માટે અમે દરેક સ્ટેકહોલ્ડર્સને અમારી સાથે લીધા છે.”
તેમણે આગળ કહ્યુ કે, ”સૌથી મોટો મુદ્દો પાયરસી છે. ખાસ કરીને બૉડકાસ્ટર્સનું ધ્યાન રાખીને કામ કરવાનું રહેશે. અમે આ મામલાને લઇને તેમની સાથે વાત કરીશું.”ટ્‌્રાઇના ચેરમેને કહ્યુ કે ”હાલમાં સર્વિસ પ્રોવાઇડર સેટ-ટૉપ બૉક્સ માટે ૧૭૦૦થી ૨૦૦૦ રૂપિયા ગ્રાહકો પાસેથી લે છે. આ રૂપિયા નૉન રિફન્ડેબલ હોય છે, જેના કારણે ગ્રાહક પોતાના સર્વિસ પ્રોવાઇડર ને બદલવા માટે વિચારતા નથી, પરંતુ હવે ગ્રાહકો માત્ર એક કાર્ડ બદલવાની જરૂર નહી પડે અને સેટ ટૉપ બોક્સ એજ રહેશે. તેના માટે વધારે રૂપિયા પણ આપવાની જરૂર નહી પડે. આ મેક ઇન ઇન્ડિયાનો પ્લાન છે. અમે કામ કરી રહ્યા છે અને આશા છે કે આગામી ૫-૬ મહિનામાં આ સુવિધા ગ્રાહકોને ઉપલબ્ધ થઇ જશે.”

Related posts

અનૈતિક સંબંધની શંકામાં મહિલાએ પોતાના પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખ્યુ..!!

aapnugujarat

પાકિસ્તાન સાથે ચર્ચા માટે ભારત તૈયાર : રાજનાથ

aapnugujarat

બજેટમાં રેલવે માટે કુલ ૨.૪ લાખ કરોડની ફાળવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1