Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડમાં પ્રેમીને મળવા ગયેલી યુવતી પર ગેંગરેપ

ભારતમાં રેપ, હત્યા સહિતના ગુનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. યુવતીઓ, મહિલાઓ સાથે રેપ કે ગેંગરેપ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક આદિવાસી યુવતી તેના પ્રેમીને મળવા માટે પહોંચી હતી. એ સમયે તેની સાથે નરાધમોએ ગેંગરેપ કર્યો હતો. પીડિતાનો આરોપ છે કે, તેની સાથે ૮-૧૦ લોકોએ મળીને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, યુવતી તેના પ્રેમીને મળવા માટે આવી હતી. એટલે આ ઘટનામાં તેના પ્રેમીની પણ શંકાસ્પદ ભૂમિકા લાગી રહી છે. પોલીસ હાલ તેને શોધી રહી છે.
પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ થઈ રહી નથી. પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવી લેવામાં આવ્યું છે. એસડીપીઓ અજીત કુમાર વિમલે જણાવ્યું કે, એક આદિવાસી યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. યુવતી દ્વારા પણ હજુ સુધી સ્પષ્ટપણ બતાવવામાં આવ્યું નથી. જો કે, પોલીસ દ્વારા યુવતીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પીડિતાનું કહેવું છે કે, પહેલેથી જ હાજર ૮-૧૦ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે તે બેભાન થઈ ગઈ તો તેઓ તેને મૂકીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે તેને ભાન આવ્યું એ પછી તે બજારમાં પહોંચી હતી અને ગ્રામજનોને આપવીતી જણાવી હતી.
પીડિતાની વાત સાંભળીને ગામના લોકો પણ ચોંકી ગયા હતા. એ પછી સમગ્ર વિસ્તારમાં આ ઘટનાએ ચર્ચા પકડી હતી. આખરે બનાવની જાણ ગામના લોકોએ પોલીસને કરી હતી. જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તો એસડીપીઓ અજીત કુમાર વિમલે જણાવ્યું કે, યુવતી દિલ્હીમાં કામ કરે છે. થોડાં જ દિવસો પહેલાં તે તેના ગામમાં આવી હતી. પ્રેમીને મળ્યા બાદ આ ઘટના બની હતી. પીડિતા પ્રેમીનો મોબાઈલ નંબર પણ બતાવી રહી નથી. આ ઘટના બાદ તેનો પ્રેમી પણ હાલ ફરાર છે. ત્યારે આ ઘટનામાં આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્વનું છે કે, જે યુવતી પર ગેંગરેપ થયો તે દિલ્હીમાં રહીને કામ કરે છે. તે તાજેતરમાં જ દિલ્હીથી પોતાના વતનમાં આવી હતી. એ પછી તે તેના પ્રેમીને મળવા માટે પહોંચી હતી પણ તેને શું ખબર હતી કે, તેની સાથે આવી ઘટના બનશે. જો કે, હજુ પણ આ કેસમાં કેટલીક વાસ્તવિકતાઓ સામે આવી નથી. હજુ પણ પોલીસને યોગ્ય જવાબો મળ્યા નથી. યુવતી પણ હજુ સુધી પોલીસને કેટલીક વાતો સ્પષ્ટ રીતે કહી રહી નથી જેથી પોલીસ તપાસમાં આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે.

Related posts

મોદી અને મમતા બેનરજી એક સિક્કાની બે બાજુ છે : ઓવૈસી

editor

Ram Mandir construction in Ayodhya will begin from Dec 6 : Sakshi Maharaj

aapnugujarat

લાઉડસ્પીકર પર અઝાન ચાલુ રહી તો હનુમાન ચાલીસા પણ ચાલતી રહેશે : રાજ ઠાકરે

aapnugujarat
UA-96247877-1