Aapnu Gujarat
બ્લોગ

ભાજપની વાયનાડ સીટ પર ‘મોદી મિત્ર’ યોજના

ભાજપે આવનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દીધી છે. રાહુલ ગાંધીની યાત્રા બાદ ભાજપ કોઈ ચાન્સ લેવા નથી માગતી અને સાઉથમાં પોતાની પગદંડો જમાવવા માટે ભાજપ કમર કસી રહી છે. અમેઠીમાં રાહુલ ગાંધીને હાર આપ્યા બાદ હવે ભાજપે વાયનાડ સીટ પર ફોકસ શરૂ કર્યું છે. એમ કહી શકાય કે ભાજપે ૨૦૨૪ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને જમીનદોસ્ત કરવા માસ્ટર પ્લાનને અમલમાં મુકવા માટે શરૂઆત કરી છે. રાહુલ ગાંધીની વાયનાડ સીટને કબજે કરવા માટે હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર ભાજપની નજર છે. આ બેઠકની વાત કરીએ તો ૬૬ લઘુમતી કોમ્યુનિટી ધરાવતી લોકસભા બેઠક આમા સામેલ થાય છે. ભાજપને ૨૦૧૯ની ચૂંટણીમાં સફળતા મળી હતી અને આ જ કારણ છે કે ૨૦૨૪માં પણ ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ રાજકીય પ્લાન બનાવી રહી છે જેથી કરીને તેમને પોતાના ગઢમાં જ હરાવવામાં સફળતા મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. ૨૦૧૪માં ભાજપે ગાંધી પરિવારનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા. સ્મૃતિ ઈરાની ભલે રાહુલ પાસેથી ૨૦૧૪ની ચૂંટણી જીતી ન શક્યા હોય, પરંતુ ટક્કર આપવામાં સફળ રહ્યા. હાર બાદ પણ ભાજપે સ્મૃતિ ઈરાનીને કેન્દ્રીય મંત્રી બનાવીને અમેઠીમાં તેમની સક્રિયતા જાળવી રાખી હતી. અમેઠીમાં રાહુલની હાર એ કોંગ્રેસ અને ગાંધી પરિવાર બંને માટે રાજકીય આંચકો હતો, કારણ કે ૧૯૭૭ પછી પહેલીવાર ગાંધી પરિવારના સભ્યને અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૭૭ માં, સંજય ગાંધી જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા હરાવ્યા હતા, પરંતુ ત્યારથી સંજય ગાંધીથી લઈને રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ્યારે પણ ચૂંટણી લડ્યા ત્યારે તેઓ જીત્યા હતા. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી રાહુલ ગાંધી સતત ત્રણ વખત અમેઠીથી જીતીને લોકસભામાં પહોંચ્યા, પરંતુ ૨૦૧૯માં તેમને હારનો સામનો કરવો પડ્યો. રાહુલ ગાંધીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અમેઠીની સાથે વાયનાડ સીટથી પણ ચૂંટણી લડવાનો ફાયદો થયો હતો. રાહુલ વાયનાડ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ હવે તેમની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં વાયનાડ બેઠક ખાલી પડી છે, જેના પર ભાજપની નજર છે. ભાજપની રણનીતિ કોંગ્રેસને તેના જ મજબૂત કિલ્લામાં ઘેરી રાખવાની છે. આ માટે ભાજપ તેના મુસ્લિમ નેતાઓની મુલાકાત લઈને વાયનાડ ક્ષેત્રના મુસ્લિમોનું દિલ જીતવા માંગે છે. વાયનાડ સીટ પર રાહુલ ગાંધીને રાજકીય રીતે હરાવવા માટે ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જેને લઈને તાજેતરમાંજ ભાજપના લઘુમતિ નેતા જમાલ સિદ્દીકી બે વખત વાયનાડની મુલાકાતે આવ્યા છે. જમાલ સિદ્દીકી વાયનાડમાં મુસ્લિમોમાં ભાજપનો દબદબો બનાવવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. આ મહેનતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપનો મુસ્લિમ ચહેરો મુખ્તાર અબ્બાસ નકવી પણ સામેલ છે. આ રીતે ભાજપે લઘુમતિ કાર્ડથી જ બેઠકને કબજે કરવા માટેનો વ્યુહ અપનાવ્યો છે. ભાજપ એવા લોકોને ‘મોદી મિત્ર’ બનાવી રહી છે, જેઓ પાર્ટી સાથે સીધા જોડાયેલા નથી પરંતુ મોદી સરકારના કામથી પ્રભાવિત છે. પ્રોફેશનલ્સ, યુનિવર્સિટીના પ્રોફેસરો, બૌદ્ધિકો અને બિઝનેસમેન મુસ્લિમો છે. ભાજપ વાયનાડ સીટ પર ‘મોદી મિત્ર’ યોજના દ્વારા ૫૦૦૦ સક્રિય લઘુમતી સમુદાયના કાર્યકરોની ટીમ તૈયાર કરી રહી છે જેથી કોંગ્રેસને પાયાના સ્તરે પડકારી શકાય. આ રીતે ભાજપ વાયનાડ સીટ પર એવા લોકોની ટીમ તૈયાર કરી રહી છે, જે તેના રાજકીય હેતુમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાયનાડ લોકસભા સીટના રાજકીય સમીકરણ પર નજર કરીએ તો ૪૯ ટકા મતદારો હિંદુ છે અને ૫૧ ટકા વસ્તી લઘુમતી સમુદાયની છે. લઘુમતી મતદારોમાં લગભગ ૩૦ ટકા મુસ્લિમો અને ૨૧ ટકા ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે. વાયનાડ સંસદીય સીટ હેઠળ સાત વિધાનસભા મતવિસ્તાર છે, જેમાં એરનાડ, માનંતવાડી, સુલતાનબેથેરી, કલપટ્ટા, તિરુવંબડી, નિલામ્બુર અને વંદૂરનો સમાવેશ થાય છે. આ કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

Related posts

તેજ બહાદુર યાદવ : બરતરફીથી મોદી સામે ઉમેદવારી સુધીની સફર

aapnugujarat

તમારી પીએચડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો ! 

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1