Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાતમાં ટેકનિકલ કોર્સની ફીમાં ૫ ટકાનો વધારો થયો

ફી નિયમન સમિતિ-ટેક્નિકલના દાયરામાં આવતી ૫૦૦ સંસ્થાઓને બેઝ નોશનલ ફીમાં ૫ ટકા વધારા માટે સંમતિ અપાઈ છે. જી હા…કુલ ૬૪૦ માંથી ૫૦૦ જેટલી સંસ્થાઓની સમિતિ દ્વારા નિયત કરાયેલી ફીની જાહેરાત કરાઈ છે. ૯ સંસ્થાઓએ વર્ષ ૨૦૨૨ – ૨૩ ની બેઝ નોશનલ ફીમાં ઘટાડો સૂચવ્યો હતો. જ્યારે ૭૬ સંસ્થાઓએ વર્ષ ૨૦૨૨ – ૨૩ ની બેઝ નોશનલ ફીમાં કોઈપણ વધારો સૂચવ્યો નહોતો. ૫ સંસ્થાઓએ વર્ષ ૨૦૨૨-૨૩ની બેઝ નોશનલ ફીમાં ૨ ટકાનો વધારો સૂચવ્યો હતો.
૧૦ સંસ્થાઓએ વર્ષ ૨૦૨૨ – ૨૩ ની બેઝ નોશનલ ફીમાં ૨ થી ૪ ટકાનો વધારો સૂચવ્યો હતો. જ્યારે ૪૦૦ સંસ્થાઓએ વર્ષ ૨૦૨૨ -૨૩ની બેઝ નોશનલ ફીમાં ૪ થી ૫ ટકાનો વધારો સૂચવ્યો હતો. આમ ૬૪૦ સંસ્થાઓમાંથી ૧૧૦ જેટલી સંસ્થાઓએ બેઝ નોશનલ ફીમાં ૫ ટકા કરતા વધારો માગ્યો હતો, જેમની ફી અંગે નિર્ણય ટૂંક સમયમાં લેવાશેઝ જરૂરી દસ્તાવેજ સંસ્થાઓએ રજૂ કરવાના રહેશે.
૧૮ જેટલી સંસ્થાઓએ ફી બ્લોકમાં અભ્યાસક્રમ બંધ કર્યાનું સામે આવ્યું છે. ૧૨ સંસ્થાઓએ વર્ષ ૨૦૨૨ -૨૩ ની બેઝ નોશનલ ફીમાં મહત્તમ ૫ ટકા વધારો માગ્યો હતો, પરંતુ બાંહેધરી પત્રક ના આપતા હાલ સમિતિએ ફી જાહેર ના કરી. સમિતિએ જાહેર કરેલી ૫૦૦ સંસ્થાઓની વર્ષ ૨૦૨૩ -૨૪ થી વર્ષ ૨૦૨૫ -૨૬ સુધીની ફી અંગે તમામ માહિતી વેબસાઈટ પર મુકાઈ છે. આ સાથે જ ફી સિવાય કોઇપણ જાતની ડિપોઝીટ કે અન્ય ફી સંસ્થાઓ વસૂલી શકશે નહીં.
કોરોનાને કારણે વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૨ -૨૩ દરમિયાન એકપણ સંસ્થાઓને ફી વધારાની મંજૂરી અપાઈ ન હતી, જેના કારણે વર્ષ ૨૦૨૩ -૨૪થી વર્ષ ૨૦૨૫ -૨૬ બ્લોકની ફીમાં અગાઉ ના વધારેલા બ્લોકની ૫ ટકા ફી વધારાને નોશનલ વધારા તરીકે ફીમાં ઉમેરવામાં આવ્યો છે ત્યારબાદ નવી ફી નક્કી કરાઇ છે.

Related posts

ઓછુ ભણેલા કરતા વધુ ભણેલા લોકોમાં બેકારીનો દર વધારે : અહેવાલ

aapnugujarat

ગાયનેક ડોકટર માટે તાલીમ અને પરીક્ષા ફરજિયાત

aapnugujarat

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીએ સીદસર સ્થિત મોડેલ સ્કૂલમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકાર્યા

editor

Leave a Comment

UA-96247877-1