Aapnu Gujarat
મનોરંજન

‘બુનિયાદ’ ફેમ એક્ટર મંગલ ધિલ્લોનનું અવસાન

મનોરંજન જગતમાંથી વધુ એક એક્ટરના અવસાનના સમાચાર આવ્યા છે. ફિલ્મ અને ટીવીના પોપ્યુલર એક્ટર મંગલ ધિલ્લોન (Mangal Dhillon)નું અવસાન થયું છે. મંગલ ધિલ્લોન કેન્સરથી પીડાતા હતા. એક્ટર યશપાલ શર્માએ મંગલ ધિલ્લોનના અવસાનના જાણકારી આપી છે. રિપોર્ટ્સ પ્રમાણે, તેઓ લાંબા સમયથી બીમાર હતા અને એક મહિનાથી હોસ્પિટલમાં તેઓ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. જોકે, તેમની હાલ બગડતી ગઈ અને 11 જૂનના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મંગલ ધિલ્લોનનો 18 જૂને જન્મદિવસ છે અને તેના અઠવાડિયા પહેલા જ તેમનું અવસાન થયું છે. મંગલ ધિલ્લોનની લુધિયાણાની એક હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી કેન્સર સારવાર ચાલી રહી હતી. તેમને ફેફસાનું કેન્સર હતું. મંગલ ધિલ્લોનનો જન્મ પંજાબના ફરીદકોટ જિલ્લાના વાંડર જટાના ગામમાં થયો હતો. ત્યાંની સરકારી સ્કૂલમાં ચોથા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી તેઓ ઉત્તરપ્રદેશ આવી ગયા હતા. અહીં તેમણે જિલ્લા પરિષદની સ્કૂલમાંથી આગળનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં પંજાબ પાછા આવી ગયા હતા.
મંગલ ધિલ્લોનના અવસાનથી પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. મંગલ ધિલ્લોને પેઈન્ટર રિતૂ સાથે 1994માં લગ્ન કર્યા હતા. રિતૂ પતિના પ્રોડક્શન હાઉસને સંભાળવામાં મદદ કરતા હતા. મંગલ ધિલ્લોન એક્ટર હોવા ઉપરાંત પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ હતા. તેમણે એમડી એન્ડ કંપની નામે પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. આ બેનર હેઠળ તેઓ પંજાબી ફિલ્મો બનાવતા હતા.

બોલિવુડ અને ટીવી જગત જ નહીં મંગલ ધિલ્લોનનું પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ મોટું નામ હતું. રેખા સ્ટારર ફિલ્મ ‘ખૂન ભરી માંગ’માં તેઓ વકીલના પાત્રમાં જોવા મળ્યા હતા. આ સિવાય ‘દયાવાન’, ‘ઝખ્મી ઔરત’, ‘પ્યાર કા દેવતા’, ‘વિશ્વાત્મા’, ‘દલાલ’ સહિત કેટલીય ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેમણે ટીવીની દુનિયામાં પણ કાઠું કાઢ્યું હતું. આજે પણ તેમને બુનિયાદ, કથા સાગર, જૂનૂન, મુઝરિમ હાજિર, મૌલાના આઝાદ, પરમવીર ચક્ર, યુગ અને નૂર જહાં જેવી સીરિયલો માટે યાદ કરવામાં આવે છે.

Related posts

ખુબ ઓછી ફિલ્મો છતાં પણ મલાઇકા સતત ચર્ચામાં

aapnugujarat

नेहा कक्कड़ ने रोहनप्रीत संग रिश्ते को सार्वजनिक किया

editor

ઉર્વશી કોરિયોગ્રાફી પણ ઘણાં સમયથી કરી રહી છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1