Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે પ્રસાદ લઈ જવા પર પ્રતિબંદથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રસાદ મુદ્દે મંદિરના ટ્રસ્ટ્રી સુધીર નાણાવટીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કેમ્પ હનુમાન મંદિર આવેલ છે. કેન્ટોનમેન્ટ વિસ્તારમા આર્મીના નિયમો લાગુ થાય છે. આર્મી અમને જે નિયમ કહે તેનું અમારે પાલન કરવાનું હોય છે. સુરક્ષાના કારણોસર કોઈ પણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે. કેમ્પ હનુમાન મંદિર તરફથી ઘી ના મગસનો પ્રસાદ અપાતો હતો. ત્યારે મંગળવાર અને શનિવાર સિવાયનાં દિવસોમાં પ્રસાદની માંગ રહેતી હતી. કોરોનાં વખતે લાડુનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પણ વિવાદ થયો હતો. તો પણ ટ્રસ્ટ્રીઓ દ્વારા પ્રસાદ શરૂ કર્યો ન હતો. તેમજ બહારથી આવતા પ્રસાદ પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ટ્રસ્ટ્રીઓ અને પૂજારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનાં કારણે અચાનક પ્રસાદ બંધ કરી દેવાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

Related posts

ઘરકંકાસમાં સગા બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી

aapnugujarat

દલિતો પર થતાં અત્યાચાર મામલે સર્વ પક્ષીય ચિંતન બેઠક : પૂર્વ સાંસદ રતિલાલ વર્મા

aapnugujarat

घाटलोडिया में म्युनिसिपल  प्लोट बन गया डम्पिंग साइट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1