Aapnu Gujarat
ગુજરાત

ઘરકંકાસમાં સગા બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં રવિવારે એક 16 વર્ષની છોકરીને ચાકુના ઘ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. એ પછી હત્યારાએ તેને પથ્થરથી છૂંદી કાઢી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં એક ક્રૂર બાપે પોતાની જ સગી પુત્રીને છરીના 25 જેટલાં ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, આ હત્યાનો કિસ્સો 12 દિવસ જૂનો છે. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સગા બાપે જ પોતાની દીકરીને છરીના 25 ઘા મારીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલી હત્યાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સુરતના કડોદરા વિસ્તારમાં ગઈ 18 મેના રોજ આ બનાવ બન્યો હોવાના રિપોર્ટ સામે આવ્યો છે. ઘરમાં કોઈ કારણોસર વિવાદ થતા સગો બાપ પુત્રી અને પત્ની પર તૂટી પડ્યો હતો. સગા બાપે છરીથી બંને પર હુમલો કર્યો હતો. સગા બાપે પુત્રી પર છરીથી 25 જેટલાં ઘા માર્યા હતા. જે બાદ પુત્રીનું મોત નીપજ્યું હતું. તો આ હુમલામાં પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી.

સુરતની સત્યમનગર સોસાયટીમાં રામાનુજ નામના શખસ અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. બાદમાં આ ઝઘડાએ વિકરાળ રુપ લીધુ હતુ. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, રાત્રીના 11 વાગ્યાની આસપાસ પતિ રામાનુજ બાળકોની હાજરીમાં પત્ની રેખા પર વાર કરે છે તેને ઈજાઓ પહોંચાડે છે. આ જોઈને તેમના બાળકો બચાવવા માટે વચ્ચે પડે છે અને પિતાને રોકવાનો પ્રયાસ કરે છે. તેમ છતા ઉશ્કેરાયેલો બાપ આડેધડ ઘા મારવાનું ચાલુ જ રાખે છે. આ દરમિયાન પુત્રી વચ્ચે પડતાં બાપ તેના પર છરીના ઉપરા છાપરી ઘા મારે છે. ઉશ્કેરાયેલો બાપ એટલો બધો ગુસ્સામાં હતો કે છરીના ઘા મારવાનું ચાલુ જ રાખે છે.
આ ઘટનાની જાણ થતા પોલીસ પહોંચે છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરે છે. પોલીસે આરોપી રામાનુજની ધરપકડ કરી હતી અને આ મામલે આગળની તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે, દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં પણ આવી જ એક ઘટના રવિવારના રોજ બની હતી. જ્યાં સાહિલ નામના આરોપીએ 16 વર્ષીય છોકરી પર ચાકુથી 21 વાર હુમલો કર્યો હતો અને બાદમાં પથ્થરથી તેને છૂંદી નાખી હતી. ત્યારે સુરતમાંથી પણ આવી જ ઘટના સામે આવતા લોકો હચમચી ઉઠ્યા છે.

Related posts

ઘુમા ગામમાં પરિણિતાએ આપઘાત કર્યો

aapnugujarat

અમદાવાદમાં રસ્તા રીસરફેસ કરવાનું બજેટ ૧૫૦ કરોડ

aapnugujarat

સૂર્યનગરમાં ક્રિકેટ મેચમાં આઉટ આપતાં તકરાર થઇ ચકલાસી પોલીસે 11 વિરૂદ્ધ ગુનો નોંધ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1