Aapnu Gujarat
રમતગમત

IPLમાં કોહલીનો રેકોર્ડ તોડશે ગિલ : રવિ શાસ્ત્રી

ક્રિકેટમાં રેકોર્ડ્સ તૂટવા માટે જ બનતા હોય છે પરંતુ એક રેકોર્ડ એવો છે જે તૂટવો અશક્ય લાગી રહ્યો છે. આ રેકોર્ડ આઈપીએલની એક સિઝનમાં વિરાટ કોહલીએ નોંધાવેલા 973 રનનો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ 2016ની આઈપીએલ સિઝનમાં 16 મેચમાં 973 રન ફટકાર્યા હતા. કોહલીએ 81.08ની અવેરેજ અને 152ની સ્ટ્રાઈક રેટ સાથે આ રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે ચાર સદી અને સાત અડધી સદી ફટકારી હતી.

પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ભારતનો ઊભરતો ખેલાડી શુભમન ગિલ વિરાટ કોહલીનો આ ઐતિહાસિક રેકોર્ડ તોડી શકે છે. શુભમન ગિલ આઈપીએલ-2023માં ગુજરાત ટાઈટન્સ ટીમ માટે રમી રહ્યો છે. એક સવાલના જવાબમાં રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, શુભમન ગિલ એક ઓપનિંગ બેટ્સમેન છે તેના કારણે તેની પાસે રન નોંધાવવાની ઘણી બધી તકો રહેલી છે. મને લાગે છે કે તે રેકોર્ડ શુભમન ગિલ તોડી શકે છે કેમ કે સારા ફોર્મમાં છે અને ટોપ ઓર્ડરમાં રમી રહ્યો છે. તેથી તેની પાસે રન નોંધાવલાની ઘણી બધી તકો રહેલી છે.
શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પિચો પણ ઘણી સારે છે તેથી જો તે સળંગ બે કે ત્રણ ઈનિંગ્સમાં 80-100 રન નોંધાવી લેશે તો ત્યારે જ 300-400 રન થઈ જશે. મારા મતે આ રેકોર્ડ તોડવો ઘણો જ મુશ્કેલ છે કારણ કે 900થી વધુ રન ઘણો મોટો રેકોર્ડ છે. પરંતુ ઓપનિંગ બેટ્સમેનને બે વધારે મેચ કે ઈનિંગ્સ મળે છે, તેથી તે આ રેકોર્ડ તોડી શકે છે.

વિરાટ કોહલી બાદ આઈપીએલમાં એક સિઝનમાં સૌથી વધુ રન નોંધાવવાના મામલે ઈંગ્લેન્ડનો જોસ બટલર અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે. જોસ બટલર એક સિઝનમાં 863 રન અને ડેવિડ વોર્નર 848 રન નોંધાવવાનો રેકોર્ડ ધરાવે છે. શુભમન ગિલે રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં આઈપીએલમાં પોતાના 2000 રન પૂરા કર્યા હતા.

શુભમન ગિલે વિશ્વની લોકપ્રિય ટી20 ટુર્નામેન્ટ આઈપીએલમાં અત્યાર સુધી 2016 રન નોંધાવ્યા છે. તેણે 32.52ની એવરેજ અને 126.24ની સ્ટ્રાઈક રેટ સાથે આ રન નોંધાવ્યા છે. આઈપીએલમાં શુભમનની સૌથી શ્રેષ્ઠ સિઝન ગત વર્ષે રહી હતી. ગત વર્ષે તેણે ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 16 ઈનિંગ્સમાં 483 રન ફટકાર્યા હતા. ગુજરાત ટાઈટન્સ ગત વર્ષે પ્રથમ વખત આઈપીએલમાં રમ્યું હતું અને ચેમ્પિયન બન્યું હતું.

Related posts

ક્રિકેટમાં લાગુ થવા જઇ રહ્યો છે નવો નિયમ, ૧૨મો ખેલાડી પણ કરી શકશે બેટિંગ

aapnugujarat

गावस्कर के लिए मयंक और लाबुशैन सीरीज में होंगे अहम

editor

कोहली के लिए टीम चुनना सिरदर्द से कम नहीं होगा : रोहित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1