Aapnu Gujarat
મનોરંજન

પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નનો સવાલ પૂછાતાં જ શરમાઈ

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) અને બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Parineeti Chopra) રિલેશનશીપમાં હોવાની ચર્ચા છેલ્લા થોડા દિવસોથી ચાલી રહી છે. રાઘવ અને પરિણીતી ગત અઠવાડિયે મુંબઈમાં લંચ અને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા. ત્યારથી જ બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ મુદ્દે પરિણીતી અને રાઘવ મૌન સાધીને બેઠા છે. હાલમાં જ એક્ટ્રેસ પરિણીતી ચોપરા એરપોર્ટ પર જોવા મળી હતી. એ વખતે તેને રાઘવ ચઢ્ઢા અંગે સવાલ પૂછાતાં તેણે હસીને પ્રતિક્રિયા આપી હતી. હાલ તો પરિણીતીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતી ચોપરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી ત્યારે તેના ચહેરા પર અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી હતી. મીડિયાના ફોટોગ્રાફર્સે તેને ટ્રેન્ડિંગ ગર્લ કહેતાં તે હસી પડી હતી. જે બાદ ફોટોગ્રાફર્સે પૂછ્યું કે, ‘મેડમ પેલા ન્યૂઝ સાચા છે?’ આ સાભંળતા જ પરિણીતીના ચહેરા પર શરમની લાલી આવી ગઈ હતી. તેણે કંઈ જવાબ ના આપ્યો એટલે ફરીથી ફોટોગ્રાફર્સે રાઘવ ચઢ્ઢા સાથે લગ્નના સમાચાર સાચા છે કે ખોટા તેમ આડકતરી રીતે પૂછ્યું હતું. જોકે, કંઈપણ બોલ્યા વિના પરિણીતી ખાલી હસતી રહી હતી અને તેનું આ સ્મિત ઘણું કહી જતું હતું. કારમાં બેસતી વખતે પરિણીતીએ ફોટોગ્રાફર્સને બાય કહેતા પોઝ આપ્યો હતો.

ગત અઠવાડિયે જ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. એક દિવસ તેઓ ડિનર માટે મુંબઈની જાણીતી રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા તો બીજા દિવસે લંચ માટે સાથે દેખાયા હતા. ફોટોગ્રાફર્સે બહુ આગ્રહ કહેતા બંનેએ થોડીક સેકંડો માટે સાથે પોઝ આપ્યો હતો. બસ ત્યારથી જ બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરવા લાગ્યા હતા કે આખરે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? મીડિયા રિપોર્ટ પ્રમાણે, પરિણીતી અને રાઘવ લાંબા સમયથી મિત્રો છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો હતો.

પરિણીતી અને રાઘવ પોતાના સંબંધ વિશે કંઈ ખુલીને બોલવા તૈયાર નથી એવામાં રાજ્યસભાના સાંસદ સંજીવ અરોડાએ બંનેને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આપના સાંસદે ટ્વિટર પર લખ્યું હતું, “રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હાર્દિક અભિનંદન. તમારા મિલનને અઢળક પ્રેમ, ખુશી અને સાથ મળે. શુભકામનાઓ.” આ ટ્વિટ બાદ બંનેના અફેર અને લગ્નની ચર્ચાને વેગ મળ્યો હતો.

Related posts

દબંગ-૩માં મલાઇકા આઇટમ સોંગ કરશે નહીં

aapnugujarat

મહિલા હોવાનો ફાયદો ઉઠાવી રહી છે કંગના : સોનુ સુદ

aapnugujarat

લગ્નના પ્રથમ છ મહિના દરમિયાન અમે માત્ર ૨૧ જ દિવસ સાથે રહ્યા હતા : અનુષ્કા

editor

Leave a Comment

UA-96247877-1