Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતમાં એક સપ્તાહમાં કોરોના કેસોમાં 78%નો વધારો નોંધાયો

ભારતમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથુ ઉંચક્યું છે. કોવિડ-19ના સંક્રમણના કેસો અને મૃત્યુદર સતત વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શનિવારના હેલ્થ રિપોર્ટની વાત કરીએ તો દેશમાં 1890 એક્ટિવ કેસ જોવા મળ્યા હતા. જે 210 દિવસો દરમિયાન નોંધાયેલા કેસોની સંખ્યામાં સૌથી વધારે હતા. રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડ કેસોમાં 78 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન મૃતકોની સંખ્યા પણ વધીને 29 થઈ ચૂકી છે. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ જેવા રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. જાણો સમગ્ર દેશમાં શું સ્થિતિ છે.
ઓક્ટબર 22 પછી દેશમાં સૌથી વધુ કેસ શનિવારે નોંધાયા હતા. આ દરમિયાન 1988 નવા સંક્રમણના દર્દીઓ નોંધાયા હતા. ગત 7 દિવસોની અંદર ભારતમાં 8,781 નવા કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ આંકડો 4929 આસપાસ રહ્યો હતો. જેમાં 78 ટકાનો વધારો નોંધાતા કોવિડના કેસો સતત વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 સપ્તાહમાં ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.

ભારતમાં કોરોના વાઈરસ ફરી એકવાર માથુ ઉંચકીને બેઠો છે. દેશમાં દૈનિક નોંધાતા કેસોમાં સતત 8 દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. 7 દિવસના સરેરાશ દૈનિક કેસોમાં વધારાની વાત કરીએ તો એ 1254 આસપાસ રહેવા લાગ્યો છે. જ્યારે આની પહેલા આ આંકડો 626ને આસપાસ રહેતો હતો.

બીજા સપ્તાહની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. રાજ્યમાં 1956 સંક્રમણના કેસો નોંધાયા છે. અગાઉના આંકડાઓ પર નજર કરીએ તો એમાં 68 ટકાનો વધારો નોંધાયો છે. ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ગોવામાં પણ એક્ટિવ કેસ અને સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. આ તમામ રાજ્યોમાં ઓછામાં ઓછા 100 કેસો સરેરાશ આવી રહ્યા છે.

Related posts

મહિલા અનામત બિલને પસાર કરવા સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી અપીલ કરી

aapnugujarat

सबसे छोटे कद की महिला ज्योति आमगे ने डाला वोट

aapnugujarat

નવા એમ્સ સહિત ઘણી યોજનાને કેબિનેટની લીલીઝંડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1