Aapnu Gujarat
રમતગમત

તૂટેલા લગ્ન જીવન અંગે શિખર ધવને કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખર્જી હાલમાં અલગ થઈ ગયા છે. જ્યારથી આ કપલ અલગ થયા હોવાના સમાચારો આવ્યા હતા ત્યારથી ક્રિકેટર કે તેની પત્નીએ આ અંગે કોઈ જ વાત કરી નથી. જોકે, એક ઈન્ટરવ્યુમાં શિખર ધવને પ્રથમ વખત પોતાના લગ્ન જીવન અને અલગ થયા હોવા અંગે વાતો કરી હતી. તેણે જણાવ્યું છે કે કેવી રીતે તેણે અને તેની પત્નીએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ધવને પોતાના બીજા લગ્ન અંગે પણ વાત કરી હતી અને જે યુવાનો રિલેશનશિપમાં છે તેમને મહત્વની સલાહ પણ આપી છે.

ધવને જણાવ્યું હતું કે હું નિષ્ફળ રહ્યો છું કેમ કે અંતિમ નિર્ણય તો વ્યક્તિનો પોતાનો જ હોય છે. હું બીજા લોકો તરફ આંગળી ચીંધતો નથી. હું નિષ્ફળ રહ્યો છું કેમ કે હું તે ક્ષેત્ર વિશે જાણતો ન હતો. હું ક્રિકેટ અંગે આજે વાતો કરું છું પરંતુ આ બાબતો અંગે હું 20 વર્ષ પહેલા કંઈ જાણતો ન હતો. આ બધું અનુભવથી આવે છે.

ભારતીય ઓપનરે તે પણ ખુલાસો કર્યો હતો કે તેમના છૂટાછેડા હજી થયા નથી. તેણે પોતાના બીજા લગ્નની સંભાવનાઓને પણ નકારી નથી. તેણે કહ્યું હતું કે હાલમાં મારા છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. આવતીકાલે કદાચ હું ફરીથી લગ્ન કરવા ઈચ્છું, તો હું વધારે અનુભવી બન્યો હોઈશ. હું જાણું છું કે મારે કેવી છોકરી જોઈએ છે. કોઈ એવી છોકરી જેની સાથે હું મારું જીવન પસાર કરી શકું. જ્યારે હું 26-27 વર્ષનો હતો ત્યારે હું સતત રમી રહ્યો હતો, હું કોઈ રિલેશનશિપમાં ન હતો. હું ભરપૂર આનંદ માણતો પરંતુ ક્યારેય રિલેશનશિપમાં ન હતો. તેથી જ્યારે હું પ્રેમમાં પડ્યો હતો, ત્યારે મને સંભવિત જોખમનો ખ્યાલ ન હતો. પરંતુ આજે હું જ્યારે પ્રેમમાં પડીશ તો મને તેના જોખમો પણ ખબર છે.

તેણે રિલેશનશિપમાં હોય તેવા યુવાનોને સલાહ આપી હતી કે, યુવાનો જ્યારે રિલેશનશિપમાં હોય ત્યારે તેમણે તેનો અનુભવ કરવો જોઈએ. તે સૌથી અગત્યની વાત છે. તેમણે ઉતાવળમાં લાગણીભર્યા નિર્ણયો લઈને લગ્ન કરવા જોઈએ નહીં. તમારે થોડા વર્ષો સાથે પસાર કરવા જોઈએ અને જોવું જોઈએ કે તમે એકબીજાની કંપનીનો આનંદ ઉઠાવો છો કે નહીં. આ ઉપરાંત તમારા વિચારો અને કલ્ચર મેળ ખાય છે કે નહીં.

Related posts

શાકિબ બાંગ્લાદેશની ટીમ સાથે ટ્રેનિંગ કેમ્પમાં ભાગ નહીં લે

aapnugujarat

એશિયન ગેમ : શૂટર રાહીએ ગોલ્ડ જીત્યો

aapnugujarat

NZ v PAK : दूसरे टेस्ट से बाबर आजम हुए बाहर

editor

Leave a Comment

UA-96247877-1