Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનમાં હાહાકાર, કેળા અને દ્રાક્ષના ભાવ આસમાને પહોંચ્યા

ભયંકર આર્થિક કટોકટીમાં ફસાયેલા પાકિસ્તાન માટે આ વખતે રમઝાન ઘણો મુશ્કેલ થઈ ગયો છે. દેશમાં રોજબરોજની વસ્તુઓ ઉપરાંત લોટ પણ લોકોની પહોંચની બહાર થઈ ગયો છે. સાથે જ જે અહેવાલો આવી રહ્યા છે, તેના પર વિશ્વાસ કરીએ તો કેળા અને દ્રાક્ષ જેવા ફળ તો હવે સપનું થઈ ગયા છે. પાકિસ્તાનમાં હાલમાં કેળા અને દ્રાક્ષ જે ભાવે વેચાઈ રહ્યા છે, તે જાણીને તમે ચોંકી જશો. પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી ઘણી આશાઓ હતી, પરંતુ તેણે પાકિસ્તાનને બદલે શ્રીલંકાની મદદ કરવાનું યોગ્ય માન્યું છે. હવે, પાકિસ્તાનનું ભવિષ્ય શું હશે તે કોઈ નથી જાણતું.
પાકિસ્તાનમાં હાલના સમયમાં એક ડઝન કેળાના ભોવ 500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તે ઉપરાંત દ્રાક્ષ 1600 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. ડુંગળીની ભાવમાં 228.28 ટકાનો વધારો થયો છે. જ્યારે કે, લોટની કિંમત 120.66 ટકા સુધી વધી ગઈ છે. ગત દિવસોમાં દેશમાં 51 વસ્તુઓના ભાવોને ટ્રેક કરાયા છે અને દરેક વસ્તુના ઘણા ગણા વધી ગયા છે. કેળાના ભાવમાં 89.84 ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં ડીઝલ હાલમાં 102.84 ટકા અને પેટ્રોલ 81.17 ટકા સુધી મોંઘુ થઈ ગયું છે. ઈંડાની વાત કરીએ તો તેના ભાવમાં લગભગ 80 ટકાનો વધારો થયો છે. પાકિસ્તાનનું આર્થિક સંકટ દિવસેને દિવસે ઘેરું બનતું જઈ રહ્યું છે.

પાકિસ્તાન સાંખ્યિક બ્યૂરો (PBS) મુજબ, સંવેદનશીલ મૂલ્ય ઈન્ડેક્સ (SPI) પર આધારિત મોંઘવારી દર 22 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં યર ઓન યર 47 ટકા નોંધાયો છે. આઈએમએફના એક અધિકારીએ કહ્યું કે, દેશ માટે રાહત પેકેજ હવે પાકિસ્તાન અને આંતરાષ્ટ્રીય લેણદારો વચ્ચે ફસાઈ ગયું છે. રોયટર્સએ કહ્યું કે, પાકિસ્તાન અને તેને લોન આપનારા દેશોએ એક પ્રસ્તાવિત ઈંધણ મૂલ્ય સ્કીમ પર સહી કરવી પડશે અને તે પછી આ મામલાનો ઉકેલાઈ જશે.

પાકિસ્તાન અને આઈએમએફ બંને વચ્ચે 110 કરોડ ડોલરની સહાય માટે એક સમજૂતી પર વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમીર અને પ્રભાવશાળી ગ્રાહકો પાસેથી ઈંધણ માટે વધુ ફી લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જે પણ રકમ તેનાથી મળશે તેનો ઉપયોગ ગરીબો માટે કિંમતોમાં સબસિડી માટે કરાશે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી મુસાદિક મલિકે કહ્યું કે, તેમની સરકારને ઈંધણ મૂલ્ય નક્કી કરવાની યોજના પર કામ કરવા માટે છ સપ્તાહનો સમય અપાયો છે.

Related posts

ઉત્તર કોરિયાએ ખતરનાક પરમાણુ શસ્ત્રો બનાવ્યા, ઘણી મિસાઈલો લોન્ચ કરી

aapnugujarat

અમેરિકાની શાળાઓમાં કટ્ટરવાદ, બાઈબલ ફરજિયાત

aapnugujarat

China urges US and Taliban to let “seed of peace” take root in Afghanistan

aapnugujarat

Leave a Comment

UA-96247877-1