Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રેમી સાથે હનીમૂન પર જવા દીકરીએ 55 લાખ ચોર્યા

એકબીજાના પ્રેમમાં અંધ બનેલા પ્રેમીપંખીડા ગમે તે હદ પાર કરી જતાં હોય છે. તેઓ કોઈનો જીવ લઈ લેવા અને ચોરી કરવા પણ તૈયાર રહે છે. હરિયાણાના સેક્ટર-14 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ પરિવારથી છુપાવીને પ્રેમી સાથે આર્યસમાજમાં લગ્ન કરી લીધા હતા અને બંને હનીમૂન પર જવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા. જો કે, આ માટે પૈસા ન હોવાથી તેણે પોતાના જ ઘરમાંથી 55 લાખ રૂપિયાની ચોરી કરી હતી. પરંતુ પોલ ખુલી ગઈ હતી. સમગ્ર કેસની વાત કરીએ તો, પ્રોપર્ટી ખરીદવા માટે ગાર્મેન્ટના વેપારીએ 55 લાખ રૂપિયા ઘરમાં રાખ્યા હતા. જે એકાએક ગુમ થઈ જતાં તેમણે ઘરઘાટી તેમજ દુકાનમાં કામ કરતાં કર્મચારીઓ સહિત કેટલાકની પૂછપરછ કરી હતી.
વેપારીને પોતાની દીકરી પર ચહેરાના બદલાયેલા હાવભાવ પર શંકા ગઈ હતી. જ્યારે તેમણે કડક પૂછપરછ કરી તો તેણે પ્રેમી સાથે મળી ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ તેના પ્રેમીને પણ ઘરે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે બંનેએ લગ્ન કરી લીધા હોવાનું અને ચોરી કરેલા પૈસાથી હનીમૂન પર જવાના હોવાનું કહ્યું હતું. બંને સામે સેક્ટર-14 પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવી હતી.

પ્રોપર્ટી ખરીદવા માટે 55 લાખ રૂપિયા ઘરમાં રાખ્યા હોવાની જાણ વેપારીની દીકરીને હતી, જેની ઉંમર 21 વર્ષ છે અને એમએસસીનો અભ્યાસ કરી રહી છે. ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે, 2 માર્ચના રોજ વેપારીએ તિજોરી ચેક કરી તો તેમા 55 લાખ રૂપિયા નહોતા. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમની દીકરી ગભરાઈ ગઈ હતી અને રડતાં-રડતાં પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.

આર્યસમાજ મંદિરમાં લગ્ન કર્યાનો ખુલાસો
વેપારીએ તેમની દીકરીને પ્રેમીને ફોન કરી ઘરે બોલાવવા માટે કહ્યું હતું. જ્યાં પહોંચીને તેણે દિલ્હીના આર્યસમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હોવાનું ખુલાસો કર્યો હતો અને તેણે મેરેજ સર્ટિફિકેટ પણ દેખાડ્યું હતું. આ દરમિયાન તેવી પણ જાણ થઈ હતી કે, તેમણે માત્ર 55 લાખ રૂપિયા જ નહીં યુવતીના માતાનો સોનાનો હાર અને એક અંગુઠી પણ ચોરી હતી.

દીકરીના પ્રેમીએ આપી ધમકી
પોતે હવે જેલભેગો થશે તેવું સ્પષ્ટ થતાં યુવતીના પ્રેમીએ પરિવારની ઈજ્જત ખરાબ કરી દેવાની ધમકી આપી હતી અને તેને પણ પોતાની સાથે લઈ ગયો હતો. તેણે પોલીસ ફરિયાદ કરી તો ગંભીર પરિણામ ભોગવવું પડશે તેમ પણ કહ્યું હતું. યુવતીના પિતાના વારંવાર કહેવા પણ તેણે માત્ર 5 લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

Related posts

દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી

aapnugujarat

યુપીમાં સારો દેખાવ કરવાનો વિશ્વાસ વ્યકત કરતા જયોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

કેન્દ્ર સરકારના પશુ વેચાણ પ્રતિબંધ પર મેઘાલયની કોંગ્રેસ સરકારે આપી મોટી લપડાક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1