Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારના પશુ વેચાણ પ્રતિબંધ પર મેઘાલયની કોંગ્રેસ સરકારે આપી મોટી લપડાક

વધ માટે પશુઓના ખરીદવેચાણ પર રોક માટે કેન્દ્ર સરકારના નિર્ણયની વિરુદ્ધમાં મેઘાલયની કોંગ્રેસ સરકારે મોટું પગલું ભર્યું છે અને કેન્દ્રના આ નિર્ણયના વિરુદ્ધમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો છે. મેઘાલય વિધાનસભાના વિશેષ સત્રમાં આ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૨૮ મેના રોજ કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જાહેર કરીને વધ માટે પશુ મેળામાં પશુઓના ખરીદ-વેચાણ પર રોક લગાવ્યો છે. કેન્દ્રના આ નિર્ણયને બીફ બેન સાથે જોડવામાં આવ્યો છે. અને આ નિર્ણયને મેઘાલય સહિત અનેક રાજ્યોમાં જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રના આ નિર્ણયના વિરુદ્ઘમાં મેઘાલય બીજેપીના અનેક નેતાઓએ રાજીનામુ પણ આપ્યું છે.ઉલ્લેખનીય છે કે, સોમવારે આ મુદ્દે ચર્ચા દરમિયાન ધારાસભ્યોએ કેન્દ્રના આ નિર્ણયના વિરુદ્ધમાં વાંધો વ્યક્ત કર્યો અને કેન્દ્રના આ નિર્ણયને પૂર્વોત્તરના લોકોની ભાવનાઓ માટે કઠોર બતાવ્યો. મેઘાલયમાં આદિવાસીઓ અને જનજાતીઓના સમૂહોમાં બીફ ખાવાનો રિવાજ છે. પરંતુ કેન્દ્રની આ અધિસૂચનાને લઈને પૂર્વોત્તરના લોકો નારાજ થયા છે. કેન્દ્રના આ નિર્ણયના વિરુદ્ધમાં મેઘાલયના બીજેપી નેતાઓએ પણ પાર્ટી સામે બગાવતનુ બણગું ફૂક્યું અને બીજેપીમાંથી રાજીનામુ આપી દીધું છે.
બીજેપીમાંથી રાજીનામુ આપનારાઓમાં બાચૂ મરાક અને બર્નાડ મરાકે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આદિવાસીઓની અસ્મિતા સાથે ચેનચાળા કરી રહી છે.કેન્દ્રની બીજેપી સરકારને આ મુદ્દે પૂર્વોત્તરની સાથે સાથે દક્ષિણ ભારતમાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ અરજીને મદ્રાસ હાઈકોર્ટમાં પણ પડકાર આપવામાં આવ્યો છે, જેના બાદ કોર્ટ મદુરાઈ બેન્ચે કેન્દ્રની અધિસૂચના પર એક વીક માટે રોક લગાવી હતી. બીજી તરફ કેન્દ્ર સરકારનું કહેવુ છે કે, તેમનો હેતુ લોકોની ખાનપાનની આદત પર લગામ લગાવવો નથી, પરંતુ ગાય અને બીજા પ્રાણીઓની તસ્કરી રોકવાનો છે, સાથે જ ગૌવધના નામે પ્રાણીઓની સાથે થતા અત્યાચારને પણ બંધ કરવો છે. કેન્દ્રની આ અધિસૂચના અંતર્ગત હવે લાઈસન્સવાળી કતલખાનાઓને વધ માટે પ્રાણીઓની ખરીદી સીધી જ ખેડૂતો પાસેથી કરવી પડશે. કતલખાનાના માલિકો પશુ મેળામાં પોતાના પ્રાણીઓ નહિ વેચી શકે. પશુ માલિકો પણ માર્કેટમાં વધ માટે પોતાના પ્રાણીઓને વેચી નહિ શકે.

Related posts

सरकार राम मंदिर नहीं बना सकती तो हमें बताए : राजपूत करणी सेना

aapnugujarat

जिसको विरोध करना है करे, CAA वापस नहीं होगा : अमित शाह

aapnugujarat

2 Terrorists killed in encounter with Security forces at Shopian

aapnugujarat

Leave a Comment

UA-96247877-1