Aapnu Gujarat
બિઝનેસ

અદાણીનું ધોવાણ ભારે પડ્યું, 9 મહિનામાં પહેલી વખત બ્રિટન ભારતને પછાડી છઠ્ઠું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બન્યું

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે બજાર સતત ચોથા સત્રમાં નીચે બંધ થયું હતું. તેની અસર ભારતના ઈક્વિટી માર્કેટ પર પડી છે. UK હવે ભારતને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. નવ મહિનામાં પહેલીવાર બ્રિટને આ મામલે ભારતને પછાડ્યુ છે. યુકેની પ્રાઈમરી લિસ્ટિંગ્સનું સંયુક્ત માર્કેટ કેપ મંગળવારે 3.11 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું હતું જે ભારતના મુકાબલે 5.1 અબજ ડોલર વધુ છે. 29 મે પછી પ્રથમ વખત યુકેના ઈક્વિટી માર્કેટે ભારતને પાછળ છોડી દીધું છે. પાઉન્ડના નબળા પડવાના કારણે યુકેનું માર્કેટ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બીજી તરફ તાજેતરમાં ભારતના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ આજે 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. છેલ્લા ચાર દિવસના ઘટાડાથી રોકાણકારોને રૂ.7 લાખ કરોડ રૂપિયા ધોવાયા છે.

છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 1,500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. બુધવારે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3.9 લાખ કરોડ ઘટીને રૂ. 261.3 લાખ કરોડ થયું છે. આ વર્ષે MSCI ઈન્ડિયા ઈન્ડેક્સ 6.1 ટકા ઘટ્યો છે. 24 જાન્યુઆરીથી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે ગ્રુપના માર્કેટ કેપમાં 142 અબજ ડોલર ઘટાડો થયો છે. BSE ઈન્ડેક્સ પણ 1 ડિસેમ્બરની ટોચથી 10 ટકા ઘટ્યો છે. એક્સપર્ટસનું કહેવું છે કે, અદાણી ગ્રુપ નકારાત્મક કારણોસર હેડલાઈન્સમાં છે જેના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ચિંતિત છે અને તેઓ ભારતને લઈને સેલેક્ટિવ બની શકે છે. પરંતુ આ આશંકા માત્ર અદાણી ગ્રુપ પુરતી જ સીમિત રહી શકે છે. વિદેશી રોકાણકારો ભારતના બીજા સ્ટોક્સમાં રહી શકે છે.

એજે બેલમાં હેડ ઓફ ઈનવેસ્ટમેન્ટ લૈત ખલફે કહ્યું કે, યુકેનું સ્ટોક માર્કેટ ખાસ કરીને રોકાણકારોને માલામાલ કરી રહ્યું છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ કંપનીઓએ રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. યુકેનો FTSE 350 ઈન્ડેક્સ આ વર્ષે 5.9 ટકા વધ્યો છે. બ્લુ ચિપ FTSE 100 એ ગયા અઠવાડિયે પ્રથમ વખત 8,000નો આંકડો પાર કર્યો હતો. પાઉન્ડના મૂલ્યમાં ઘટાડાને કારણે યુકેનું શેરબજાર પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Related posts

PM Modi inaugurates World Food India 2017

aapnugujarat

જિયોની કંપનીનાં ચેરમેન જુગારમાં ૧૦ અબજ રૂપિયા હાર્યાં

aapnugujarat

એસબીઆઈએ હોમ લોન વધારે સસ્તી બનાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1