Aapnu Gujarat
ગુજરાત

ઉમરપાડાના પિનપુરમાં પતિએ પત્નીની હત્યા કરી

ના આમલી ફળિયામાં ૩૦ વર્ષીય મહિલાનું ગળે ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી. હત્યાં બાદ ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ગણતરીના સમયમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો. હત્યા કરનાર હત્યારો બીજો કોઈ નહીં પણ પતિ જ નીકળ્યો હતો. સામાન્ય ઝગડામાં પતિએ પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મળતી વિગતો પ્રમાણે હત્યા બાદ પતિ ગામની સીમમાં ભાગી ગયો હતો. જોકે ઉમરપાડા પોલીસે ગણતરીના કલાકમાં હત્યારા પતિને ઝડપી પાડ્યો હતો. આ દ્રશ્ય ઉમરપાડા તાલુકાના પિનપુર ગામના છે. પતિ પત્ની વચ્ચે જમવા ને લઇ ઝગડો થયો હતો અને વાત વાતમાં ઝગડો ઉગ્ર બની ગયો હતો. આમ પણ શંકાશીલ પતિ મહેશ વસાવાને પત્ની પર વહેમ હતો કે એના કોઈ સાથે આડા સંબંધ છે. મહેશે ગુસ્સામાં પત્નીને દોરી વડે ગળે ટૂંપો આપી પત્ની મનીષાને મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો.આરોપી અને મૃતક આજથી ૧૩ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન દરમિયાન ત્રણ બાળકો હતા. પરંતુ છેલ્લા કેટલા સમયથી સુખી લગ્ન જીવનમાં કોઈની નજર લાગી હોય એમ પતિ પત્ની વચ્ચે રોજ ઝગડા અને ઘર કંકાસ વધ્યા હતા. આરોપી પતિ પત્ની પર આડા સંબંધના વ્હેમ રાખતા પત્ની પત્ની વચ્ચે રોજ ઝગડા થતા હતા ત્યારે ૧૨ ફેબુઆરીના દિવસે ફરી બંને વચ્ચે ઝગડો થતા આરોપી હેવાન બની ગયો હતો અને નજીકમાં પડેલી દોડી વડે પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી ગામની સીમમાં ભાગી ગયો હતો.આજકાલ સમાજમાં નાના નાના ઝગડા, વહેમો ઘાતક બની રહ્યા છે. ઉમરપાડાના આ કિસ્સામાં શંકાની આગમાં પતિ આરોપી બની ગયો પત્નીએ જીવ ગુમાવ્યો અને બને પરિવારને માતમ માં ફેરવી ગયો. હાલતો આરોપી પતિ પોલીસ ગીરફ્ટમાં આવી ગયો છે. બાળકોના માથેથી માતા પિતાનો હાથ હવે ઉઠી ગયો છે. વહેમની આગમાં પતિ હેવાન બન્યો ગયો અને પત્નીએ જીવ ગુમાવ્યો. પતિ જેલમાં જતા બાળકો અનાથ બની ગયા છે ત્યારે સમાજમાં આવા કિસ્સા લાલ બત્તી સમાન બની ગયા છે.

Related posts

ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ-વિસનગરમાં દિવ્યાંગોને વિનામૂલ્યે તાલીમ, શિક્ષણ અને નિવાસની સુવિધા

aapnugujarat

પાવીજેતપુર તળાવ પાસેથી બે અજગર પકડાયા

aapnugujarat

नारणपुरा की बैंक ऑफ बडौदा में बुजुर्ग के साथ धोखाधड़ी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1