Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે : થરૂર

ભાજપ હાલમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ગત વખતે જીતેલી ૩૦૦ બેઠકો પર ભાજપનું સીધુ ફોકસ છે. આ સિવાય ૧૬૦ સીટોને ટાર્ગેટ બનાવી ભાજપે માઈક્રોપ્લાનિંગ કર્યું છે. આ વખતે મોદીને દિલ્હીની ગાદી પર બેસાડવાની જવાબદારી અમિત શાહના હાથમાં છે. અમિત શાહ હાલમાં ઉત્તરાયણના પર્વમાં ગુજરાતમાં હતા હવે દિલ્હી પહોંચીને લોકસભાની તૈયારીઓમાં લાગી જશે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ફરી સરકાર બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાહુલની યાત્રા કાઢી છે. કોંગ્રેસની નજર પણ ૬૦ બેઠકો પર છે જ્યાં કોંગ્રેસનો સીધો દબદબો છે.
દેશમાં પ્રાદેશિક પક્ષોએ પણ લોકસભામાં પોતાનો દબદબો જાળવવા માટે ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. ભાજપ માટે મોકો હોવા છતાં મોદી શાહ કોઈ પણ રિસ્ક લેવા માગતા નથી. આ દરમિયાન જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે આગાહી કરી છે કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે અને આ વખતે ભાજપની લોકસભા ચૂંટણીમાં ૫૦ બેઠકો ઓછી આવશે. ભાજપે ૨૦૧૯માં હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં તમામ બેઠકો જીતી હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ ૧૮ બેઠકો જીતી હતી. થરૂરનો દાવો છે કે, હવે આ પરિણામ રિપીટ કરવા ભાજપ માટે અઘરાં છે એ જોતાં ભાજપ ૨૦૨૪માં સ્પષ્ટ બહુમતી મેળવી શકશે નહીં. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા થયેલા પુલવામાના આતંકી હુમલા બાદ બાલાકોટ હુમલાના કારણે દેશમાં ભાજપના પક્ષમાં એક જબરદસ્ત લહેર ઉભી થઈ ગઈ હતી. આ ઘટનાને ૨૦૨૪માં રિપીટ કરી શકાય નહીં.
ભાજપના નેતા થરૂરની વાતોને ખયાલી પુલાવ ગણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે, ભાજપ ૨૦૨૪માં અત્યાર કરતાં વધારે બેઠકો જીતશે. થરૂરે કોંગ્રેસની કેટલી બેઠકો આવશે તેની ચિંતા કરી જોઈએ કેમ કે ફરી કોંગ્રેસ ૫૦ બેઠકોની અંદર જતી રહેવાની છે. કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી વટનો સવાલ છે પણ સૌથી મોટી સમસ્યા એ છે કે કોંગ્રેસનો દબદબો દેશમાં ઘટતો જાય છે. જ્યાં સીધી પક્કડ હતી એ રાજ્યો હવે એમનાથી છૂટી ગયા છે.

Related posts

हमारी कर की दरें लगभग अमेरिका के बराबर : गोयल

aapnugujarat

દાર્જિલિંગની સ્થિતિ પર બાજ નજર કેન્દ્રિત છે : કેન્દ્ર સરકાર

aapnugujarat

इफ्तार पार्टी की तस्वीरें शेयर कर गिरिराज ने नीतीश पर कसा तंज, कहा- हम दिखावे में क्यों रहते हैं आगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1