Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપની વિરૂધ્ધ માર્ગથી લઇ સંસદ સુધી લડાઇ લડવામાં આવશે : શિવપાલસિંહ યાદવ

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા શિવપાલ સિંહ યાદવે કહ્યું છે કે ભાજપની વિરૂધ્ધ માર્ગથી લઇ સંસદ સુધી લડાઇ લડવામાં આવશે.આ સાથે જ તેમણે ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું કે ડિંપલ યાદવની વિરૂધ્ધ એક શબ્દ પણ સહન કરવામાં આવશે નહીં. શિવપાલ યાદવે સૈફઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સાંસદ ડિંપલ યાદવની વિરૂધ્ધ ભાજપ નેતાઓ દ્વારા સતત કરવામાં આવી ટીકાટીપ્પણીને તે ૯૯ વાર સુધી તો માફ કરશે ત્યારબાદ સહન કરવામાં આવશે નહીં અને હવે સ્થિતિ સહનથી બહાર થઇ ચુકી છે.ઉત્તરપ્રદેશ ભાજપ અને મુખ્ય વિરોધ સમાજવાદી પાર્ટી વચ્ચે સોશલ મીડિયા પર ટીપ્પણીઓને લઇ એક બીજા નેતાઓની વિરૂધ્ધ મામલો દાખલ કરાવ્યા બાદ શિવપાલે આ વાત જણાવી હતી. સપાના વરિષ્ઠ નેતાએ કહ્યું કે તે ભાજપને ધેરવાનું કામ કરશે અને વહૂ ડિંપલની વિરૂધ્ધ એક પણ શબ્દ સહન કરવામાં આવશે નહીં આથી હવે લડાઇ માર્ગથી લઇ સંસદ સુધી લડવામાં આવશે શિવપાલે દાવો કગર્યો કે ૨૦૨૪ની લોકસભા ચુંટણી બાદ ભાજપનો સફાયો થઇ જશે તેમણે કહ્યું કે સરકારની ખોટી નીતિઓના કારણે બેરોજગારી અને મોંધવારી વધી છે.કિસાન અને સામાન્ય લોકો પરેશાન છે અને ભ્રષ્ટ્રાચાર પોતાના ચરમ પર છે. એ યાદ રહે કે સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે ભાજપ યુવા મોરચાની સોશલ મીડિયા પ્રભારી ઋચા રાજપુતની વિરૂધ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ડો ઋચા રાજપુતે પોતાના સત્યાપિત ટિ્‌વટર એકાઉન્ટથી સમાજવાદી પાર્ટીની સાંસદ ડિંપલ યાદવની વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા ટ્‌વીટ કર્યું છે.અભદ્ર ટીપ્પણીઓથી મહિલાઓની વિરૂધ્ધ અપરાધને પ્રોત્સાહન મળશે તેને લઇ સપામાં ગુસ્સો છે. સમાજવાદી પાર્ટીના પ્રવકતકા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે પટેલે ઋચા રાજપુતની વિરૂધ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાવી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઋચા રાજપુતે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને તેમની પત્ની સાંસદ ડિંપલ યાદવની વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરી છે. આ પહેલા સપા મીડિયા સેલના પદાધિકારી મનીષ જગન અગ્રવાલે સોશલ મીડિયા પર મહિલાઓ પ્રત્યે કહેવાતી રીતે અભદ્ર ટીપ્પણી કરવાના આરોપમાં લખનૌની હજરતગંજ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી જેમને સોમવારે સાંજે જામીન મળ્યા બાદ જીલ્લા જેલ લખનૌથી મુકત કરી દેવામાં આવ્યા હતાં.

Related posts

ભારતના લોકો ટામેટા લેવા નેપાળમાં ઘુસ્યા

aapnugujarat

Money laundering case : D. K. Shivakumar’s judicial custody extended till Oct 15

aapnugujarat

રખડતી ગાયોની સંભાળની વ્યવસ્થા કરવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1