Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હી-યુપી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

હવામાનની પેટર્ન સતત બદલાતી રહે છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીની અસર દેખાવા લાગી છે. ડિસેમ્બર મહિનાનો અડધો સમય પસાર થઈ ગયો છે અને દેશના મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે આવી ગયો છે અને ઠંડી પડવા લાગી છે. બીજી તરફ દક્ષિણના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ખૂબ સૂર્યપ્રકાશને કારણે તાપમાનનો પારો વધી રહ્યો છે, જ્યારે રાત્રે ઠંડીના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે મહત્તમ તાપમાનમાં પાંચથી સાત ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે રાત્રિના સમયે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા રાજ્યોમાં હળવા વાદળો આવવાની સંભાવના છે. મોટાભાગના સમય માટે હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. આ દરમિયાન ૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા પહેલાની સરખામણીએ સાંજથી જ ઠંડીમાં વધારો થશે. જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે તાપમાન માઈનસમાં છે. ઘણા વિસ્તારોમાં ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૧.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા ચાલુ છે. તાપમાનનો પારો ગગડવાને કારણે શિયાળો ઘણો વધી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં ઠંડી વધવાની શક્યતા છે. આ સપ્તાહથી દિલ્હી-દ્ગઝ્રઇમાં પણ તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હજુ એટલી ઠંડી નથી પડી, પરંતુ ટૂંક સમયમાં જ તીવ્ર શિયાળો શરૂ થવા જઈ રહ્યો છે. આગામી દિવસોમાં દિલ્હીના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૫ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. ૧૬ ડિસેમ્બર સુધીમાં મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ઠંડીમાં વધારો થયો છે અને ગાઢ ધુમ્મસ પણ છવાયું છે. ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી બે દિવસ સુધી ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમુક જગ્યાએ ઝરમર વરસાદ પડી શકે છે. આ સાથે ઠંડા પવનની પણ શક્યતા છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે રાજ્યના અનેક ભાગોમાં શીતલહેરની અસર દેખાવા લાગી છે. રાજસ્થાનના ચુરુમાં લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રીએ પહોંચી ગયું છે.

Related posts

पत्रकार गौरी लंकेश हत्याकांड : विरोधी विचारों को खत्म करने की साजिशः राहुल गांधी

aapnugujarat

દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી, એનસીઆર ટોપ પર : REPORT

aapnugujarat

રામમંદિર મામલે કાયદો ઘડવા ૫૪૩ સાંસદોને મળશે વીએચપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1