Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવશે નહીં ત્યાં સુધી સરકાર સકારાત્મક પરિણામ જોઇ શકશે નહીં : મુફતી

પીડીપીના વડા મહબુબા મુફતીને અનંતનાગરનું મકાન ખાલી કરવાની નોટીસ મળી છે.ત્યારબાદ મહબુબા મુફતીનું વલણ સરકાર તરફ વધુ કડક બની ગયું છે.મુફતીએ કહ્યું કે જમમ્મુ કાશ્મીરમાં ભલે ગમે તેટલા સૈનિક તહેનાત કરવામાં આવે પરંતુ જયાં સુધી કાશ્મીર મુદ્દાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી સરકાર સકારાત્મક પરિણામ જોઇ શકશે નહીં આ સાથે જ તેમણે કહ્યું કે અમે દેશને ભાજપનું ભારત બનવા દઇશું નહીં મુફતીએ મહાત્મા ગાંધી અને પૂર્વ જવાહરલાલ નહેરૂના ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ તે ભારતની વાત કરે છે જેને નહેરૂના પપૌત્ર રાહુલ ગાંધી શોધી રહ્યાં છે. મુફતીએ એક રેલીને સંબોધીત કરતા ભાજપ પર આરોપ લગાવ્યો કે તેમને દગો આપવામાં આવ્યું છે. મુફતીએ કહ્યું કે અમે દેશને ભાજપનું ભારત બનવા દઇશું નહીં જમ્મુ કાશ્મીરમાં ભલે ગમે તેટલા પણ સૈનિક તહેનાત કરવામાં આવે જયાં સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી સરકાર યોગ્ય પરિણામ જોઇ શકશે નહીં મુફતી અહીં જ અટકયા નહીં મુફતીએ વિધાનસભા ભંગ થવા પર પણ કેન્દ્ર સરકારની ટીકા કરી અને કહ્યું કે જો પંચાયત ચુંટણી આટલી સારી છે તો તમે વરિષ્ઠ પદો પર શું કરી રહ્યાં છો નીચે પંચાયતમાં આવો. પૂર્વ મુખ્યમંત્રી મુફતીએ એકવાર ફરી કોંગ્રેસથી પોતાની નજીકતા જાહેર કરતા મહાત્મા ગાંધી અને નહેરૂના સહારે રાહુલ ગાંધીની ખુબ પ્રશંસા કરી મુફતીએ કહ્યું કે હું તે ભારતની વાત કરી રહી છું જેને મહાત્મા ગાંધીના પપુત્રો તુષાર ગાંધી અને જવાહરલાલ નહેરૂના પ્રપૌત્ર રાહુલ ગાંધી આજે શોધી રહ્યાં છે હું તે ભારતની વાત કરૂ છું જેને નહેરૂ અને ગાંધીએ એક સાથે બનાવ્યું હતું.એ યાદ રહે કે મહબુબા મુફતીને અનંતનાગરમાં ફાળવેલ સરકારી કવાર્ટર છોડવાનો આદેશ આપ્યો છે. મુફતી ઉપરાંત છ અન્ય પૂર્વ ધારાસભ્ય એક મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સરકારી કવાર્ટર ખાલી કરવાની નોટીસ મળી છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ૨૪ કલાકની અંદર તમામે કવાર્ટર ખાલી ન કરવા પર કાનુની કાર્યવાહી કરવામાં આવશે આ નોટીસની મુદ્‌ત આજે પુરી થઇ રહી છે.

Related posts

મારામારી કેસમાં કેજરીવાલના આવાસ પર બે કલાક શોધખોળ

aapnugujarat

HDFC नेब्याज दरों में की कटौती

aapnugujarat

દિલ્હીમાં હુમલાની યોજનાનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1