Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં હુમલાની યોજનાનો પર્દાફાશ

સ્વતંત્રતા દિવસના પ્રસંગે ૧૫મી ઓગસ્ટના દિવસે પાટનગર દિલ્હીને હચમચાવી મુકવાના કાવતરાનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે એક કાશ્મીરી યુવકની ધરપકડ કરી લીધી છે. આ શખ્સની પાસેથી હથિયારોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. પુછપરછ દરમિયાન આ શખ્સે આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ ઝોનના આઈજીપી એસડી સિંહે માહિતી આપતા કહ્યું હતું કે, જમ્મુના ગાંધીનગર વિસ્તારથી એક કાશ્મીરી યુવકને પકડી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી આઠ હેન્ડગ્રેનેડ, ૬૦૦૦૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. યુવકની ઓળખ પુલવામા જિલ્લાના અવંતીપુરાના નિવાસી અરફાનવાની તરીકે થઇ છે. પુછપરછમાં આ ત્રાસવાદીએ અનેક બાબતોનો ખુલાસો કર્યો છે. અરફાન દિલ્હી જવાની તૈયારીમાં હતો. દિલ્હીમાં મોટા આતંકવાદી કાવતરાની યોજના હતી તે જે હથિયારોને લઇને જઇ રહ્યો હતો તે દિલ્હીમાં અન્ય કોઇને સોંપવાના હતા.૧૫મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મોટા હુમલાને અંજામ આપવાની યોજના હતી. સુરક્ષા દળોને પહેલાથી જ એવી ગુપ્ત બાતમી મળી છે કે, લશ્કરે તોઇબા, જૈશના ત્રાસવાદીઓ અને હિઝબુલના ત્રાસવાદીઓ ૧૫મી ઓગસ્ટના દિવસે કાશ્મીર ખીણથી લઇને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સુધી હુમલા કરવાની યોજના ધરાવે છે. હાલમાં અટકાયતમાં લેવામાં આવેલા શકમંદની પુછપરછ ચાલી રહી છે. ૧૫મી ઓગસ્ટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા ખુબ મજબૂત કરી દેવામાં આવી છે અને શકમંદો ઉપર નજર રાખવામાં આવી રહી છે જેના ભાગરુપે જ આની ધરપકડ કરાઈ છે.

Related posts

रोहिंग्यों को मिलना चाहिए शरणार्थियों का दर्जा : ओवैसी

aapnugujarat

બિહારમાં જેડીયુ-ભાજપ વચ્ચે ગઠબંધન અતુટ : શાહ

aapnugujarat

ભાજપને માત્ર ‘બહેરા-મુંગા’ દલિતો જ જોઇએ છે : ઉદિત રાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1