Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૦ લાખ લોકોને સરકારી નોકરી આપવાનો ટાર્ગેટ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં ૧૦ લાખ લોકોને રોજગાર આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેના માટે સ્પેશિયલ પોર્ટલ, બે મહિનાનો ટાર્ગેટ, સચિવ સ્તર પર દર અઠવાડીયે સમીક્ષા બેઠક ફુલ કેલેન્ડર તૈયાર કરવું, રિટાયરમેન્ટને લઈને ખાલી પડેલી જગ્યાઓના આંકડા એકઠા કરવા જેવા પગલા ઉઠાવ્યા છે.
તેમનો એક જ હેતું છે કે વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં ૧૦ લાખ લોકોને નોકરી આપવામાં આવે. પ્રધાનમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. બેરોજગારી સમસ્યાનો મુદ્દા બન્યા બાદ મોદી સરકાર વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં કેન્દ્ર અંતર્ગત આવતી અલગ અલગ ખાલીઓ જગ્યાઓ ભરવા માટે ૧૦ લાખ પદોની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેરોજગારી અને નોકરીની વાતનો મુદ્દો ચગ્યા બાદ વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી ૧૦ લાખ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં આ પદ ભરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જોત જોતામાં ઓક્ટોબરમાં પહેલો ’રોજગાર મેળો’ આયોજીત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ૭૫ હજાર યુવાનોને નિયુક્તિ પત્ર પણ સોંપ્યા હતા. મોદી સરકારે ૧૦ લાખ યુવાનોને નોકરી આપવાનો ટાર્ગેટ પુરા કરવા માટે ૫ પોઈન્ટ પ્લાન બનાવ્યો છે.
પ્રથમ પ્રયાસ અંતર્ગત વેકેન્સી સ્ટેટ્‌સ પોર્ટલ નામથી સરકારી પોર્ટલ લોન્ચ કરવાની યોજના છે. અહીં તમામ મંત્રાલયો અને વિભાગોની વેકેન્સીના ડેટા અપલોડ કરવામાં આવશે.
બીજા તબક્કામાં દરેક મંત્રાલય અને વિભાગ તરફથી નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવશે, જે પોર્ટલને નિયમિત રીતે અપડેટ કરતા રહેશે.
તમામ મંત્રાલયો અને વિભાગો માટે બે મહિનાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. સાથે જ વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં ફુલ કેલેન્ડર પણ તૈયાર કરવામાં આવ્યું છે.
ઓફર અને નિયુક્તિ પત્ર માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તમામ મંત્રાલયોને આવનારા મહિનામાં જાહેર કરનારા નિયુક્તિ પત્ર વિશે અપડેટ જાહેર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રિટાયરમેન્ટના કારણે ખાલી જગ્યા વિશે તમામ મંત્રાલયો અને વિભાગોના સમયપૂર્વ સૂચના આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી આ ખાલી જગ્યાઓ ભરી શકાય.

Related posts

पीएम नरेन्द्र मोदी के दौरे को ओली ने सफल बताया

aapnugujarat

२जी : फैसले पर वित्त मंत्री अरुण जेटली का पलटवार

aapnugujarat

पहलू खान मामले में निचली अदालत का फैसला चौंका देने वाला है : प्रियंका गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1