Aapnu Gujarat
રાષ્ટ્રીય

પનવેલમાંથી PFIના ચાર કાર્યકરોની ધરપકડ

મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડીએ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પીએફઆઇના ચાર કાર્યકરોની રાયગઢ જિલ્લામાં પનવેલમાંથી ધરપકડ કરી છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં પ્રતિબંધિત સંગઠનની રાજ્ય વિસ્તરણ સમિતિના સ્થાનિક સભ્ય, સ્થાનિક એકમના સચિવ અને અન્ય બે કાર્યકરોનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, એટીએસને ભારત સરકાર દ્વારા પીએફઆઈ પર પ્રતિબંધ હોવા છતાં પનવેલમાં સંગઠનના બે પદાધિકારીઓ અને કેટલાક કાર્યકરોની મીટિંગ અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે એટીએસની ટીમે મુંબઈથી લગભગ ૫૦ કિલોમીટર દૂર પનવેલમાં દરોડો પાડયા હતા અને પીએફઆઈના ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી. પૂછપરછ પછી, ચારેયની મુંબઈમાં એટીએસના કાલા ચોકી યુનિટમાં કઠોર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમની કલમ ૧૦ હેઠળ નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા લોકોમાં પીએફઆઈના પનવેલ સેક્રેટરી, પીએફઆઈની રાજ્ય વિસ્તરણ સમિતિના સભ્ય અને બે પીએફઆઈ કાર્યકરોનો સમાવેશ થાય છે. સરકારે ગયા મહિને આઇએસઆઇએસ જેવા વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે જોડાણના આરોપમાં પીએફઆઇ અને તેની કેટલીક આનુષંગિકો પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. ગયા મહિને કેટલાક રાજ્યોમાં દરોડા દરમિયાન પીએફઆઇ સાથે કથિત રીતે જોડાયેલા ૨૫૦ થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેની સાથે સંકળાયેલા અન્ય કેટલાક સંગઠનો પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેમની કથિત સંડોવણી માટે પ્રતિબંધ મૂક્યો હતો. આતંકવાદ વિરોધી અધિનિયમ યુએપીએ હેઠળ, રીહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન,કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા,ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ,નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્‌સ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વિમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા. ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ) પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Related posts

चिदंबरम पर लटकी गिरफ़्तारी की तलवार

aapnugujarat

૩૭૦ પર નિર્ણય બાદ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, શ્રીનગરથી અજીત ડોભાલનો રિપોર્ટ

aapnugujarat

નેરળથી માથેરાન પહોંચવાનો એક વધુ વિકલ્પ મળશેઃ છ મહિનામાં મળશે રોપવે સુવિધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1