Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધનનની શક્યતા

ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે કોંગ્રેસ – એનસીપી નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઇ હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી અને એનસીપી પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા. બેઠકમાં રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. તમામ રાજકીય પક્ષો સક્રીય જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. આ મામલે કોંગ્રેસ – એનસીપી નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક મળી હતી. બેઠકમાં રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા. બેઠક બાદ હવે ગઠબંધન કેવી રીતે થશે તે પણ મહત્વનું છે.
એનસીપી નેતા જયંત બોસ્કીએ જણાવ્યું કે, ગઢબંધન થઇ ગયું છે. અમે લિમિટેડ ૫થી ૭ સીટની વાત કરી છે. કોંગ્રેસ પક્ષ સહમત છે. અમે બહુ સારી રીતે ચૂંટણી લડીશું.
આ વખતે કોંગ્રેસ-એનસીપીની સરકાર રચાશે. મારે કે એનસીપીના કોઇ નેતાનો કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે કોઇ મતભેદ થયો નથી. અમે અને કોંગ્રેસ પક્ષ પોઝિટિવ છે. આ સાથે જ ગઠબંધનની જાહેરાત અંગે સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે, આજે રાતે અશોક ગેહલોત સાથે બેઠક છે અને આવતી કાલે પ્રેસ કોન્ફરન્સ છે. અમે પહેલા ૧૨ સીટ માંગી હતી, હવે ૫-૭ સીટોની વાત છે. એમાં પણ કોઇ ભાંગછોડ કરવાની વાત આવશે તો અમે તૈયાર છીએ.
આ ઉપરાંત જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, આવતીકાલે બેઠકો અંગે ફોડ પાડીશું. એટલું કહી શકુ છુ કે નિકુલસિંહ ભાવી ધારાસભ્ય છે. પ્રચારની વાત કરતાં તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે, સુપ્રિયા સુલે પ્રચાર કરવા આવશે. નોંધનીય છે કે, આજે રાતે અશોક ગહેલોત સાથે મળનારી બેઠક બાદ જ કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.

Related posts

વિરમગામમાં ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

aapnugujarat

અંબાજી હડાદ હાઈ-વે પર કાર ડિવાઇડર સાથે ટકરાતાં બેનાં મોત

aapnugujarat

ખેડૂતો પાસેથી ૧,૪૮,૬૫૧ ક્વિન્ટલ મગફળીની ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1