Aapnu Gujarat
ગુજરાત

વિરમગામમાં ભગવાન વિશ્વકર્માના ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે

સૃષ્ટીના સર્જનહાર ભગવાન વિશ્વકર્માએ કરેલા નિર્માણને બેજોડ માનવામાં આવે છે અને વિવિધ ઓજારોના નિર્માતા પણ ભગવાન વિશ્વકર્માને માનવામાં આવે છે. શિલ્પ અને વાસ્તુશાસ્ત્રના દેવતા માનવામાં આવતા ભગવાન વિશ્વકર્માને બાંધકામ કરતા પહેલા ગણપતિની સાથે આહવાન કરવામાં આવે છે. શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વાર વિરમગામ ખાતે ભગવાન વિશ્વકર્માના નુતન મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિરમગામ શહેર સહિત આસપાસના વિસ્તારના ગજ્જર સુથાર જ્ઞાતિના લોકો દ્વારા ભગવાન વિશ્વકર્માના નુતન મંદિરના નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. શ્રી વિશ્વકર્મા ગજ્જર સુથાર જ્ઞાતિ મંડળના પ્રમુખ રસીકભાઇ જાદવાણી, ઉપ પ્રમુખ અરવિંદભાઇ મિસ્ત્રી, જીતેન્દ્ર ગજ્જર, સંજય ગજ્જર, પ્રાણજીવનભાઇ ગજ્જર, પ્રવિણભાઇ વડગામા સહિત જ્ઞાતિના આગેવાનો દ્વારા ભગવાન વિશ્વકર્માના નુતન મંદિરના નિર્માણ માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે, પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે. તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આવશ્યક સુવિધાઓના કારક અને પ્રવર્તક માનવામાં આવે છે.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

108ના મહિલા કર્મચારીની ટીમે દ્વારા સફળ પ્રસૃતિ

editor

કડી એજ્યુકેશન એસો. દ્વારા કડી નગરપાલિકાને આવેદનપત્ર અપાયું

editor

लहसुन की महंगाई ने अब बिगाड़ा भोजन का स्वाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1