Aapnu Gujarat
મનોરંજન

ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલનના સમર્થનમાં ઉર્વશી રૌતેલાએ વાળ કપાવ્યા

બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ ઇરાનમાં ચાલી રહેલા હિજાબ વિરોધી આંદોલનમાં સામેલ થઇ ચુકી છે. તેણે ઇરાનમાં થયેલી મહસા અમીનીની હત્યાના વિરોધમાં પોતાના વાળ કપાવી લીધા. આ વિશે ખુદ ઉર્વશી રૌતેલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા ફેન્સને માહિતી આપી છે.
સામે આવેલી તસવીરોમાં એક્ટ્રેસને બ્લૂ સૂટમાં જમીન પર બેઠેલી જોઇ શકાય છે. સાથે જ તેની સામે જમીન પર બેઠેલો એક શખ્સ તેના વાળ કાપતા જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઉર્વશીનો ફોટો વાયરલ થઇ રહ્યો છે.
તમને જણાવી દઇએ કે ઇરાનમાં હિજાબ વિરોધી આંદોલન સોશિયલ મીડિયાના માધ્યમથી આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. ખાસ વાત એ છે કે મહિલાઓ આંદોલનને લીડ કરી રહી છે. તેમાં દુનિયાભરમાંથી મોટી મોટી હસ્તીઓ સામેલ થઇને તેનું સમર્થન કરી રહી છે. તેવામાં હવે ઉર્વશી રૌતેલા પણ આ આંદોલનમાં સામેલ થઇ ચુકી છે.
ઉર્વશી રૌતેલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરીને જણાવ્યું કે ઇરાની મહિલાઓ અને યુવતીઓના સપોર્ટમાં પોતાના વાળ કપાવી રહી છું. ઉર્વશીએ પોતાની પોસ્ટમાં લખ્યું, વાળ કપાવી નાંખ્યા, ઇરાની મહિલાઓ અને તે યુવતીઓના સપોર્ટમાં પોતાના વાળ કપાવી રહી છું જેની ઇરાની મોરિલિટી પોલીસ દ્વારા ધરપકડ બાદ મહસા અમીનીના નિધન માટે કરવામાં આવી રહેલા પ્રોટેસ્ટમાં હત્યા કરવામાં આવી. આ સાથે જ ઉત્તરાખંડની ૧૯ વર્ષીય યુવતી અંકિતા ભંડારી માટે…મહિલાઓનું સન્માન કરો, આ મહિલાઓના આંદોલનનું એક વૈશ્વિક પ્રતીક છે.
ઉર્વશી રૌતેલાએ પોતાની પોસ્ટમાં લખ્યું, વાળને મહિલાઓની ખૂબસૂરતીનું પ્રતીક માનવામાં આવે છે. જાહેરમાં વાળ કાપીને, મહિલાઓ બતાવી રહી છે કે તેમને સમાજના સૌંદર્યની પડી નથી અને તે કોઇપણ વસ્તુ, અથવા કોઇને પણ નક્કી નહીં કરવા દે કે તે કેવા કપડા પહેરે, અથવા કેવો વ્યવહાર કરે. જ્યારે મહિલાઓ એક સાથે આવે છે અને એક મહિલાના મુદ્દાને સમગ્ર નારી જાતિનો મુદ્દો માને છે. હવે ફેમિનિઝમમાં એક નવો જોશ જોવા મળશે.
ઇરાનમાં આ મામલાની શરૂઆત સપ્ટેમ્બરમાં ૨૨ વર્ષની મહસા અમીનીની ધરપકડ સાથે થઇ હતી. મોરિલિટી પોલીસે અમીનીની ’હિજાબ યોગ્ય રીતે’ નહીં પહેરવાના આરોપમાં ધરપકડ કરી હતી. મહસા અમીની પોલીસસ્ટેશનમાં બેભાન થઇ ગઇ હતી અને ત્રણ દિવસ બાદ તેનું મોત થયું હતું. પોલીસે આ મામલે જણાવ્યું કે અમીનીનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે અને તેની સાથે કોઇ દુર્વયવ્હાર કરવામાં નથી આવ્યો. આ ઘટના બાદથી ઇરાનના અનેક શહેરો, ગામો અને વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

Related posts

રિશિ કપુરની ફિલ્મમાં હવે અનિરૂધ તવંર ની પસંદગી

aapnugujarat

સારા ખાન ટુંક સમયમાં બોલિવુડમાં એન્ટ્રી કરશે

aapnugujarat

દરેક સેલિબ્રિટી ટ્રોલિંગનો સામનો કરે છે : શહેનાઝ ગિલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1