Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશમાં ૧૨ નવેમ્બરે મતદાન, ગુજરાતની તારીખ ટળી

વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં દેશભરમાં યોજાનારા ચૂંટણી અખાડાના આજથી આધિકારીક શ્રી ગણેશ થયા છે. ઇલેક્શન કમિશને આજે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. હિમાચલમાં ૧૨ મી નવેમ્બરના રોજ મતદાન થશે અને ૮ મી ડિસેમ્બરના રોજ પરિણામો જાહેર થશે.
છેલ્લાં કેટલાંક સમયથી રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં હતા કે, હિમાચલ પ્રદેશની સાથે સાથે ગુજરાત અને સંભવ હોય તો જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે ઇલેક્શન કમિશન નિર્ણય કરી શકે છે. પીએમ મોદીની હાકલ બાદ ચુંટણી પંચે પણ વન નેશન વન ઇલેક્શન યોજવા અંગે સહમતિ દર્શાવી હતી. ૨૦૨૨ અને ૨૦૨૩ મા યોજાનારી આ વિધાનસભા ચૂંટણીઓ આ પ્રોજેક્ટનું એક ટ્રેલર હોઇ શકે.
જોકે, ઇલેક્શન કમિશને કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજવાનો તર્ક રજૂ કર્યો છે. મુખ્ય ચૂંટમી કમિશનર રાજીવ કુમારે ગુજરાત અને હિમાચલની ચૂંટણી એક સાથે કેમ ન યોજાઇ શકે, તેવા સવાલનો જવાબ આપતા કહ્યું કે, શિયાળાની ઋતુ અને આબોહવાને કારણે હિમાચલની ચૂંટણી સમયસર યોજાવી જરૂરી છે. સામે પક્ષે તહેવારોની સીઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે અને મહત્વનું છે કે હિમાચલ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા વચ્ચે ૪૦ દિવસનો તફાવત છે એટલેકે બંને ચૂંટણી વચ્ચે અવકાશ રાખવા અને તૈયારીઓ કરવા પૂરતો સમય છે તેથી ગુજરાતની ચૂંટણી પાછળથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હિમાચલના ૬૮ બેઠકોના આયોજનની સામે ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકો માટે મોટા આયોજનની જરૂર પડશે. પ્રેસવાર્તામાં તેમણે આપેલ સંકેતો પરથી સ્પષ્ટ થાય છે કે હિમાચલના માત્ર મતદાન નહિ પરંતુ મતગણતરી બાદ જ હવે ગુજરાત અને સંભવિત જમ્મુ કાશ્મીર અંગે નિર્ણય લેવાઈ શકે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો ૨૦ ઓક્ટોબર પછી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
વિધાનસભા હિમાચલમાં ૬૮ બેઠકોઃ ૫૫.૦૭ લાખ મતદાન, ૬૮ બેઠકો,૧૭ ઓક્ટોબરે -જાહેરનામુ, ૨૫ ઓક્ટોબર-ઉમેદવારી કરવાની, ૧૨ મી નવેમ્બરે હિમાચલ માં મતદાન, ૮ ડિસેમ્બર મત ગણતરી.

Related posts

સંબિત પાત્રા ૧૧ હજારથી વધારે વોટથી હાર્યા

aapnugujarat

Bengaluru Mission 2022 to be launched by CM Yediyurappa

editor

Succeeding Girija Vaidyanathan, K. Shanmugam to take charge as Chief Secy of Tamilnadu

aapnugujarat

Leave a Comment

UA-96247877-1