Aapnu Gujarat
મનોરંજન

દીપિકા પાદુકોણે ડિપ્રેશનને લઇને કર્યો મોટો ખુલાસો

દીપિકા પાદુકોણ, બોલીવુડની ટૉપ એક્ટ્રેસીસમાંથી એક છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ બાદ ક્યારેય તેણે પાછળ વળીને નથી જોયુ. તે આજે આખી દુનિયામાં ફેમસ છે. તેના હુનરના વખાણ કરતા લોકો થાકતા નથી, પરંતુ આ એક્ટ્રેસ પણ એક સમયે ડિપ્રેશનનો શિકાર બની ચુકી છે. તે સુસાઇડનો વિચાર પણ કરવા લાગી હતી, જો કે તેની માએ તેને આ વિપરિત સ્થિતિમાંથી બહાર કાઢી. માએ એક્ટ્રેસને ડિપ્રેશનમાંથી બહાર લાવી : એક્ટ્રેસ આ સમયે તમિલનાડુના તિરુવલ્લૂરમાં છે, તે ૧૦ ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પહેલા પોતાની મેંટલ હેલ્થ ફાઉન્ડેશન લાઇવ લવ લાફના રૂરલ કમ્યુનિટી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમને વિસ્તાર આપી રહી છે. પોતાની જર્ની દરમિયાન, એક્ટ્રેસે મેંટલ હેલ્થને સ્વસ્થ રાખવાના મહત્વને સમજાવ્યું. એક્ટ્રેસે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તે ડિપ્રેશનનો શિકાર બની ચુકી હતી, એક સમયે તો તેને સુસાઇડ વિશે પણ વિચાર આવવા લાગ્યા હતા. દીપિકાએ ખુલાસો કર્યો કે જો તેની માતાએ તેને તે સમયે સંભાળી ન હોત તો કોણ જાણે તે આજે કઇ હાલતમાં હોત ફેમીલીની ભૂમિકા મહત્વપૂર્ણ : જ્યારે દીપિકાને માનસિક સ્વાસ્થ્યમાં ફેમીલીની ભૂમિકા વિશે સવાલ કરવામં આવ્યો, ત્યારે તેણે કહ્યું, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારી પોતાની લાઇફમાં પણ, સંભાળ લેનારાની ભૂમિકા મહત્વની રહી છે, તેથી મારી મા અહીં છે. આખુ વર્ષ પોતાની જાત સાથે ઝઝૂમતી રહી : દીપિકા પાદુકોણે ૨૦૧૫માં પોતાની મેંટલ હેલ્થ વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે તે લગભગ એક વર્ષ સુધી ડિપ્રેશન સામે ઝઝૂમતી રહી, તે બાદ તેણે મદદ માંગી હતી. તેના ફાઉન્ડેશન ન્ૈદૃી ર્ન્દૃી ન્ટ્ઠેખ્તરનો મોટિવ તે લોકની મદદ કરવાનો છે જે પોતાના માનસિક સ્વાસ્થ્ય સામે ઝઝૂમી રહ્યાં છે. માની સામે ધ્રુસકે ને ધ્રુસક રડી હતી દીપિકા : અન્ય એક કાર્યક્રમમાં, પોતાના ડિપ્રેશન વિશે એક્ટ્રેસે જણાવ્યું કે, મારા માતા-પિતા બેંગલોરમાં રહે છે, પરંતુ તે મને મળવા અવારનવાર આવતા હતા. જ્યારે હું ડિપ્રેશનમાં હતી ત્યારે હું એવું બતાવવાનો પ્રયાસ કરતી હતી કે બધુ જ બરાબર છે. જો કે તેઓ જ્યારે એક દિવસ બેંગલોર પાછા જઇ રહ્યાં હતાં ત્યારે હું ભાંગી પડી. આ દરમિયાન મારી માએ મને પૂછ્યું, શું આ કોઇ બોયફ્રેન્ડના કારણે છે, કે પછી કામના કારણે? શું થયું છે? મારી પાસે તેનો કોઇ જવાબ ન હતો કારણ કે એવું કંઇ થયું ન હતું, બસ મારી દુનિયામાં કંઇક ખોટ સાલી રહી હતી. જો કે તે કંઇ જણાવ્યા વિના જ બધુ સમજી ગઇ હતી. તે સમયે મને લાગતું હતું કે ભગવાને તેમને મારા માટે જ મોકલ્યા હતા.

Related posts

अगली फिल्म में पुलिसवाली के रोल में दिखेगी अनुष्का

aapnugujarat

राजकुमार राव हॉरर-कॉमिडी फिल्म ‘रूह-अफजा’ में दिखेंगे

aapnugujarat

આમીર અને સલમાન સાથે કામ કરવાની ઇચ્છા છે : શાહરૂખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1