Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૪ કરોડ ૯૦ લાખ ૮૯ હજાર ૭૬૫ મતદારો નોંધાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની તૈયીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર રાજ્યમાં કુલ ૪ કરોડ ૯૦ લાખ ૮૯ હજાર ૭૬૫ મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ ૪ કરોડ ૮૩ લાખ ૭૫ હજાર ૮૨૧ મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ ૨ લાખ ૬૮ હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ ૧ લાખ ૯૩ હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ૪ લાખ ૬૧ હજાર ૪૯૪ મતદારો ઉમેરાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈ ચૂંટણી પંચે તૈયારી ડબલ રફતારમાં શરૂ કરી દીધી છે. આખરી મતદાર યાદી જાહેર થતાં જ હવે એ પણ કંઈ શકાય કે ચૂંટણીનું એલાન થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પંચે મતદારોની બેઠક દીઠ મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે તેમજ ચૂંટણીલક્ષી તૈયારીની માહિતી પણ જાહેર કરી છે જેમાં ચૂંટણીમાં ૫૦ ટકાથી વધુ મતદાન મથક પર બાજ નજર રાખી શકાય તે માટે વેબ કેમેરાનો ઉપયોગ કરાશે
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ. ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરી હતી. અને જણાવ્યું હતું કે ગુજરાતમાં દર ૧૦૦૦ પુરુષોની તુલનામાં ૯૩૪ મહિલાઓ છે. ગુજરાતમાં ૧૧,૮૦૦ મતદાતાઓ ૧૦૦ વર્ષની ઉંમર ધરાવે છે. ૧૦, ઓકટોબર, ૨૦૨૨ના રોજ મતદાતાઓની ફાઇનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ૧૦૦ વર્ષની વય ધરાવતા મતદાતાઓનું સન્માન કરવાની કલેક્ટરોને સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ૫૧,૭૮૨ બૂથ પર થશે મતદાન થશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા ૭ બૂથ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ સંચાલિત હશે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે, પીવાનું પાણી-શૌચાલયની વ્યવસ્થા હશે તથા દિવ્યાંગજનો માટે પણ સુવિધા કરાશે.

Related posts

इन्दिराब्रिज से गांधीनगर का रास्ता फॉर लेन बनाया जाएगा

aapnugujarat

३५ हजार फर्जी कंपनी ने डिपॉजिट किए १७ हजार करोड़

aapnugujarat

અમદાવાદની પોળોમાં ધાબાનું ૨૫ હજાર સુધીનું ભાડુ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1