Aapnu Gujarat
મનોરંજન

આમીર અને સલમાન સાથે કામ કરવાની ઇચ્છા છે : શાહરૂખ

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ જબ સેજલ મેટ હૈરી ફિલ્મના પ્રમોશનને લઇને વ્યસ્ત છે. આ સંબંધમાં શાહરૂખખાને વાતચીત દરમિયાન કેટલીક ઇચ્છા વ્યક્ત કરી હતી. વાતચીત દરમિયાન શાહરૂખખાને કહ્યુ હતુ કે તે આમીર ખાન અને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. શાહરૂખનુ કહેવુ છે કે અમને ત્રણેયને ફિલ્મન લઇને કોઇ વાંધો નથી પરંતુ ફિલ્મની પટકથા ત્રણેય માટે યોગ્ય રહે તે જરૂરી છે. શાહરૂખે કહ્યુ છે કે સારી પટકથા નહી હોવાના લીધે તકલીફ આવી રહી છે. શાહરૂખે દાવો કરતા કહ્યુ છે કે જો કોઇને પાસે સારી પટકથા છે જેમાં સલમાન, આમીર અને તે પોતે બરોબરના ફિટ રોલમાં આવી શકે તો ફિલ્મ કરવામાં અમને કોઇ વાંધો નથી. છેલ્લા ચારથી પાંચ વર્ષોમાં તેની પાસે કોઇ સારી પટકથા મળતી નથી. શાહરૂખ ખાન હાલમાં પોતાની ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. શાહરૂખ જબ હૈરી મેટ સેજલના પ્રોડક્શનને પૂર્ણ કરીને નિર્દેશક આનંદ એલ રાયની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જબ હેરી મેટ સેજલ નામની ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અનુષ્કા શર્મા મુખ્ય રોલમાં નજરે પડનાર છે. ફિલ્મનુ નિર્દેશન ઇમ્તિયાજ અલી દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ ચોથી ઓગષ્ટના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ વર્ષની સૌથી મોટી ફિલ્મ પૈકીની એક ફિલ્મ છે. સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ થોડાક દિવસ પહેલા રજૂ કરવામાં આવી હતી. જે સરેરાશ સફળ રહી હતી.

Related posts

Police initiates inquiries into hacking of Amitabh Bachchan’s Twitter account

aapnugujarat

હાઉસફુલ-૪ ફિલ્મમાં હવે બોબી દેઓલ જોવા મળશે

aapnugujarat

દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ વાગ્યો શાહરુખ ખાનનો ડંકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1