Aapnu Gujarat
ગુજરાત

ડીસામાં હિન્દુ સગીરાનું મુસ્લિમ યુવકે અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

ડીસા શહેરમાં ફરી લવ જેહાદની ઘટનાએ હચમચાવી મુક્યા છે.તાજેતરમાં જ હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદમાં ફસાવી તેના પરિવારને ધર્માંતરણ કરવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે ફરીથી મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે.પોલીસે તાત્કાલિક પગલાં લઈ ગણતરીના કલાકમાં બંનેને ઝડપી લઇ સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી. ડીસાના જુના ડીસા રોડ પર ગંગાજી વ્હોળામાં રહેતા શ્રમિક પરિવારની સગીરા રસોઈ ગ્રુપમાં કામ કરતી હતી. જેનો પરિચય વેઇટર અમીરગઢ તાલુકાના વિરમપુરના સોયેબ સુમરાભાઇ સિંધી સાથે થયો હતો. બંને જણા કેટરિંગ વ્યવસાયમાં સાથે મજૂરી કરતા હોય સોએબે લગ્નની લાલચ આપી તેને મોબાઈલ લઈ આપી ઇન્સ્ટાગ્રામ પર ચેટ અને વાતચીત કરતા શીખવાડી દીધું હતું. ત્યારબાદ તારીખ ૧૦ સપ્ટેમ્બર ના રોજ સોએબ સગીરાને ભગાડીને લઈ ગયો હતો જે બાબત તેના પરિવારજનોને જાણ થતા તેઓએ તાત્કાલિક ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનો સંપર્ક કરતા ધારાસભ્યએ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીસા રૂરલ પોલીસ ને જાણ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બંનેની તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. જેમાં માત્ર ચાર જ કલાકના સમયમાં પોલીસે બંને જણા ને ઝડપી લીધા હતા. બીજી બાજુ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, પરિવારજનોએ તાત્કાલિક જાણ કરતા પોલીસ ટીમોએ સતર્કતા દાખાવતા ગણતરીના કલાકમાં યુવકને ઝડપી લેવાયો છે. જે બદલ પોલીસ ટીમ અભિનંદનને પાત્ર છે. હજુ પણ વિધર્મી યુવકો સમજીને આવી ચેષ્ટાઓ બંધ કરે તેમજ હિન્દુ વાલીઓ પણ દીકરીઓનું ધ્યાન રાખે અને તેમના મોબાઈલ અવારનવાર ચેક કરતા રહે તેવી સતર્કતા દાખવે તે જરૂરી છે. પોલીસે સગીરાને પૂછપરછ કરતા યુવકે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કર્યું હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે સોએબ સામે ઇપી કો કલમ ૩૬૩, ૩૬૬ ૩૭૬(૨) એન અને પોકસો કલમ ૪,૬ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી તેનો કોવિડ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી. ડીસામાં લવ જેહાદ ની ઘટનાની જાણ થતા જ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત, ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર, મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઈ પટેલ, માલગઢ સરપંચ ભેરાજી માળી સહિત આગેવાનો ડીસા તાલુકા પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.

Related posts

૨ લાખ ચોરસમીટરમાં સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાશે

aapnugujarat

સમી ખાતે લાયબ્રેરીનું લોકાર્પણ

aapnugujarat

નંદાસણ ગામ માં જીવનજરૂરિયાતની વસ્તુઓનુ પેકેજ બનાવી ગરીબો શોષિત પીડીત લોકો ને વેહચવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1