Aapnu Gujarat
બિઝનેસ

ઓગસ્ટ માસમાં જથ્થાબંધ ફૂગાવો ૧૧ માસના તળિયે

રિટેલ ફુગાવાના મોરચે સામાન્ય કપરી સ્થિતિ બાદ આજે આવેલ ઓગસ્ટ માસના જથ્થાબંધ ફુગાવાના આંકડા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકાર માટે સારા સમાચાર લાવ્યા છે. ઓગસ્ટ માસમાં જથ્થાબંધ ફુગાવો ૧૧ મહિનાના તળિયે પહોંચ્યો છે.
મંગળવારે મોડી સાંજે આવેલ અમેરિકાના મોંઘવારીના આંકડાએ સૌને ચોંકાવી દીધા છે. ફેડના અથાગ પ્રયાસ છતા મોંઘવારી અનુમાન કરતા વધુ રહી છે અને અમેરિકન શેરબજારની સાથે વૈશ્વિક બજારમાં ભારે તારાજી સર્જાઈ હતી. જોકે ભારતમાં વૈશ્વિક મોંઘવારી અને કટોકટીની અસર નહિવત રહેવાની આશાએ અને ફુગાવના આંકડા એકંદરે સારા રહેતા શેરબજારમાં પણ શાનદાર રિકવરી જોવા મળી છે. ઓગસ્ટ માસનો જથ્થાબંધ મોંઘવારી સૂચકાંક (ડબલ્યુપીઆઈ) ૧૨.૪૧ ટકાના દરે જોવા મળ્યો હતો, જે છેલ્લા ૧૧ મહિનાનું સૌથી નીચલું સ્તર છે. જુલાઈ મહિનામાં જથ્થાબંધ ફુગાવો ૧૩.૯૩ ટકા હતો, જ્યારે ઓગસ્ટ ૨૦૨૧માં તે ૧૧.૬૪ ટકા હતો.
જોકે ઓગસ્ટ ૨૦૨૨માં જથ્થાબંધ ફુગાવો સતત ૧૭મા મહિને ૧૦ ટકાથી ઉપર રહ્યો હતો. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ધારણા કરતા ઓછો રહ્યો છે. અંદાજ હતો કે ઓગસ્ટ ૨૦૨૨માં જથ્થાબંધ ફુગાવો ૧૩ ટકા પર રહી શકે છે.
માસિક આધારે ઓગસ્ટમાં ખાદ્ય ચીજોની જથ્થાબંધ મોંઘવારી ૯.૪૧ ટકાથી વધીને ૯.૯૩ ટકા થઈ ગઈ છે. પ્રાઈમરી આર્ટિકલ્સનો જથ્થાબંધ મોંઘવારી દર જુલાઈમાં ૧૫.૦૪ ટકાથી ઘટીને ૧૪.૯૩ ટકા પર આવી ગયો છે. શાકભાજીનો જથ્થાબંધ મોંઘવારી દર ૧૮.૨૫ ટકાથી વધીને ૨૨.૩ ટકા થયો છે
આ સિવાય ફ્યુઅલ અને પાવરનો ડબલ્યુપીઆઈ ૪૩.૭૫ ટકાથી ઘટીને ૩૩.૬૭ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગમાં ડબલ્યુપીઆઈ મોંઘવારી ૮.૧૬ ટકાથી ઘટીને ૭.૫૧ ટકા પર આવી ગયો છે. ઓગસ્ટ બટાકાનો જથ્થાબંધ મોંઘવારી દર જુલાઈમાં ૫૩.૫૦ ટકાથી ઘટીને ૪૩.૫૬ ટકા, ડુંગળીનો મોંઘવારી દર -૨૫.૯૩ ટકાથી ઘટીને -૨૪.૭૬ ટકા, ઇંડા, માંસ અને માછલીનો ડબલ્યુપીઆઈ જુલાઈમાં ૫.૫૫ ટકાથી વધીને ૭.૮૮ ટકા રહ્યો છે.
એમઓએમ આધાર પર ઓગસ્ટમાં કોમોડિટીઝ ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યો છે. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ ઇન્ડેક્સમાં ૦.૧ ટકાનો નજીવો વધારો જોવા મળ્યો હતો અને ફૂડ ઇન્ડેક્સ પણ ૦.૯ ટકા વધ્યો છે. સરકારી આધિકારીક આંકડા અનુસાર કોર ડબલ્યુપીઆઈ જુલાઈના ૮.૩ ટકાની સામે ઓગસ્ટમાં ૭.૮ ટકા હતો.

Related posts

સેંસેક્સમાં ૨૨૪ પોઇન્ટનો કડાકો

aapnugujarat

હવે ક્રૂડ ઓઇલ આયાતને ૧૦ ટકા સુધી ઘટાડવા માટે તૈયારી

aapnugujarat

जीएसटी से परेशानीः स्टॉक घटा रहे हैं होलसेलर और रिटेलर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1