Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીએ લડત વિના જ ચીનને દેશની જમીન આપી : રાહુલ

ઘણી બધી બેઠક બાદ આખરે ભારત અને ચીનની સેનાઓએ પૂર્વી લદ્દાખમાં ગોગરા-હૉટસ્પ્રિંગ્સ વિસ્તારમાં પોતાની સેનાઓની વાપસી કરી. એક દિવસ બાદ જ રાહુલ ગાંધીએ ચીન સરહદ વિવાદના મામલે ભારત સરકારને પ્રશ્ન કર્યો છે.
રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરતા લખ્યુ છે કે ચીનએ એપ્રિલ ૨૦૨૦ની જેમ યથાસ્થિતિ ફરી શરૂ કરવાની ભારતની માગને માનવાથી ઈનકાર કરી દીધો છે. પીએમએ કોઈ લડત વિના ચીનને ૧૦૦૦ વર્ગ કિલોમીટર જમીન આપી છે. તેમણે આગળ ટ્‌વીટ કરતા લખ્યુ છે કે શુ ભારત સરકાર જણાવી શકે છે કે આ વિસ્તારને ફરીથી પ્રાપ્ત કરી શકાશે?
રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રા પર છે. તેમની આ યાત્રા અત્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં ચાલી રહી છે. રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર ચીન મામલે સતત પ્રશ્ન કરતા આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ અગાઉ પણ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે ભારત સરકારએ પોતાની જમીન ચીનને આપી દીધી.
મંગળવારે દેશોની સેનાઓએ અથડામણવાળા પોઈન્ટથી પોતાના સૈનિકોને પાછા હટાવવા અને અસ્થાયી પાયાના માળખાને ખતમ કર્યુ. સૂત્રોએ કહ્યુ કે બંને પક્ષોએ તબક્કાવાર અને સમન્વિત રીતે સૈનિકોની વાપસીની પ્રક્રિયાને પૂરી કરી.

Related posts

જે પાર્ટી વેલફેર નહીં કરી શકે તેની ફેરવેલ કરી દેવી જોઇએ : મોદી

aapnugujarat

રામ મંદિર બનાવવા માટે ગતિવિધી તેજ, વીએચપીએ પથ્થર ભરેલા ટ્રક મંગાવ્યા

aapnugujarat

પત્ની કોઇ વસ્તુ નથી જેને જાગીર સમજીને પતિ પોતાની સાથે રહેવા મજબૂર કરે : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1