Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૩૩૦૦ કરોડનાં ૨૦ હજાર કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. આ પહેલાં સરકાર વિકાસકામો દ્વારા મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહી છે. સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં સરકાર રાજ્યમાં ૩૩૦૦ કરોડના ૨૦ હજાર કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.ચૂંટણી અગાઉ બે દિવસીય ચોમાસુ સત્ર સપ્ટેમ્બર માસમાં યોજાશે. વૈધાનિક અને સંસદીય વિભાગના સત્તાવાર સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તારીખ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ બે દિવસીય વિધાનસભાનું સત્ર યોજાશે. આ સત્રમાં ૪ બેઠક યોજવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સત્ર દરમિયાન બે સુધારા વિધેયક રજૂ થઈ શકે છે બે દિવસીય વિધાનસભાના સત્ર દરમિયાન બે સરકારી વિધેયક રજૂ થઈ શકે છે. વૈધાનિક અને સંસદીય વિભાગ દ્વારા કામકાજનું કેલેન્ડર બનાવાયા બાદ વિધાનસભા ખાતે કામની યાદી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ટૂંકું સત્ર મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી સમયમાં અંદાજિત ૩૩૦૦ કરોડના કુલ ૨૦ હજાર જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે.વાઘાણીએ કહ્યું કે, રાજ્યમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમના સાત તબક્કાઓ અંતર્ગત ૪૧,૧૪,૭૯૯ મળેલી અરજીઓ પૈકી ૪૧,૧૪,૪૮૯ અરજીઓ એટલે કે ૯૯.૯૯ ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૪મી વિધાનસભાનું આ અંતિમ અને છેલ્લું ચોમાસુ સત્ર યોજાશે. ત્યાર બાદ દિવાળી પછી તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભા વર્ષ ૨૦૨૨ની ચૂંટણીની સત્તાવાર જાહેરાત પણ થશે, જ્યારે આ બે દિવસે વિધાનસભા સત્રમાં બે સુધારા બિલ પણ રજૂ કરવામાં આવશે.ડિસેમ્બર માસના મધ્ય કાળ સુધીમાં નવી સરકારની રચના થઈ જશે, ત્યારે આગામી માર્ચ માસમાં યોજાનારા શિયાળુ સત્રમાં નવી સરકાર બજેટ રજૂ કરશે. આમ, ૧૫મી વિધાનસભામાં નવી સરકાર નવા બજેટનો પ્રારંભ કરાવશે.

Related posts

भाजपा के ३ विधायक गुजरात सरकार की कार्यशैली से नाराज

aapnugujarat

થરામાં પી.યુ.સી સેન્ટર ખોલવામાં આવ્યું..

aapnugujarat

શક્તિસિંહ ગોહિલનાં વિવાદાસ્પદ નિવેદનને લઇ કચ્છ-ભુજમાં કોંગ્રેસનો વિરોધ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1