Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેજરીવાલ સરકાર ટોઈલેટને પણ ક્લાસરૂમ ગણાવી દીધા છે : GAURAV BHATIA

ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરીથી દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે અને નવી આબકારી નીતિમાં કૌભાંડ બાદ દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં કથિત કૌભાંડનો આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને કહ્યું કે દિલ્હીમાં છછઁ નહીં ’પાપ’ની સરકાર છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિલ્હીમાં આબકારી નીતિમાં કૌભાંડ બાદ શિક્ષણમાં પણ કૌભાંડ થયા છે અને શિક્ષણને લઈને દિલ્હી સરકારના દાવા ખોટા છે. તેમણે કહ્યું કે “છછઁ ના ચૂંટણી ઢંઢેરામાં દિલ્હીમાં ૫૦૦ નવી શાળાઓનું વચન આપવામાં આવ્યું હતું. નવી શાળાઓ ન બની, પરંતુ પૂર્વ નિયોજિત રીતે તેમણે પીડબલ્યુડી પાસે રિપોર્ટ માંગ્યો. અરવિંદ કેજરીવાલના કહેવા પર રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે વધારાના ક્લાસરૂમ બનશે અને નવી શાળાઓ નહીં બને.” ગૌરવ ભાટિયાએ કહ્યું કે દિલ્હી સરકાર બાળકોના ભવિષ્ય સાથે રમી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ સરકારે ટોઈલેટને ક્લાસરૂમ ગણાવી દીધા. ગૌરવ ભાટિયાએ કહ્યું કે ’અમે તમારી સામે પહેલા મોટી પ્રાથમિકતાથી દિલ્હી સરકારના આબકારી કૌભાંડને સામે રજૂ કરતા આવ્યા છીએ. અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કટ્ટર ઈમાનદાર તરીકેનું સર્ટિફિકેટ આપ્યું હતું, તેઓ ત્રણ મહિનાથી જેલમાંથી અને હજુ સુધી મંત્રી પદથી હટાવવામાં આવ્યા નથી.’ ગૌરવ ભાટિયાએ દિલ્હી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ’કેજરીવાલ સરકારે ૫૦૦ શાળાઓ બનાવવાનું વચન આપ્યું હતું તે શાળાઓ તો બની નહીં. શાળાઓમાં ૨૪૦૦ રૂમની જરૂર હતી, પરંતુ તેને વધારીને ૭૧૮૦ કરવામાં આવી અને ખર્ચને વધારવામાં આવ્યો, જેનાથી નફાખોરી થઈ શકે.’ તેમણે વધુમાં કહ્યું કે ’એક અંદાજા મુજબ ૩૨૬ કરોડ રૂપિયાથી ખર્ચ વધારવામાં આવ્યો. જે ટેન્ડરની કિંમતથી ૫૩ ટકા વધુ છે અને ૪૦૨૭ ક્લાસરૂમ જ બન્યા. શું આ કાળું નાણું કેજરીવાલની તિજોરીમાં આવ્યું?’

Related posts

દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર : ૨.૧૬ લાખ નવા કેસ

editor

વરસાદ હવાના દબાણનું ક્ષેત્ર અને આઉટગોઇંગ લોંગવેવ

aapnugujarat

યુપીમાં પ્રિયંકાની ગ્રાન્ડ એન્ટ્રી બાદ માયાવતી અખિલેશનાં સુર બદલાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1