Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ૧૭ ઓક્ટોબરે યોજાશે

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ૧૭ ઓક્ટોબરે યોજાશે. તે માટે ૨૨ સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, ૨૪ સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે. ૧૭ ઓક્ટોબરે મતદાન થશે અને ૧૯ ઓક્ટોબરે ગણતરી બાદ પરિણામ સામે આવશે. વર્કિંગ કમિટીની મહોર બાદ આ તારીખોની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી જોડાયા હતા.
આ સિવાય બેઠકમાં હરિશ રાવત, સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કુમારી શૈલજા, મધુસૂદન મિસ્ત્રી, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, અજય માકન, અભિષેક મનુ સિંઘવી સહિત ઘણા કોંગ્રેસી નેતા હાજર રહ્યા હતા.
પાર્ટીથી નાચાર ચાલી રહેલા આનંદ શર્મા પણ સીડબ્લ્યૂસીની બેઠકમાં હાજર રહ્યા હતા. આનંદ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ સાથે શનિવારે મુલાકાત કરી હતી. સૂત્ર અનુસાર વર્કિંગ કમિટીની બેઠકમાં ઘણા નેતાઓએ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન સંભાળવા માટે કહ્યુ છે.
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ૭ સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરવાની છે. ૧૪૮ દિવસીય આ યાત્રાનું સમાપન કાશ્મીરમાં થશે. પાંચ મહિનાની આ યાત્રા ૩૫૦૦ કિલોમીટર અને ૧૨ કરતા વધુ રાજ્યોમાંથી પસાર થશે. પદયાત્રા દરરોજ ૨૫ કિલોમીટરનું અંતર કાપશે. તેમાં પદયાત્રા, રેલીઓ અને જનસભાઓ સામેલ હશે, જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા પણ સામેલ થશે.

Related posts

लोकसभा उपचुनाव परिणाम : जनता ने अप्रत्याशित फैसला दिया हैं : योगी आदित्यनाथ

aapnugujarat

केवल २५ पर्सेंट ड्राइवर ही सीट बेल्ट लगाते है : सर्वे

aapnugujarat

CM Reddy cancels Chandrababu Naidu’s order by allowing CBI to investigate in AP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1