Aapnu Gujarat
બિઝનેસ

ફોર્ડ મોટર્સ કંપની પોતાના ૩૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરશે

અમેરિકન કાર કંપની ફોર્ડ મોટર જલ્દી ૩૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કરશે. કંપની દ્વારા છટણી થનારા કર્માચારીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ્‌ડ અને સેલેરીડ બંને પ્રકારના કર્મચારીઓ સામેલ છે. કંપનીએ કહ્યું કે આ છટણી પ્રક્રિયામાં નોકરી ગુમાવનારા લોકોમાં સૌથી વધઉ ઉત્તર અમેરિકા અને ભારતમાં રહેતા લોકો સામેલ છે. ૧૦૦ વર્ષથી પણ વધુ જૂની આ અમેરિકન દિગ્ગજ કાર કંપનીએ હાલમાં જ ઈલેક્ટ્રિક સેગમેન્ટ પર ફોકસ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોયટર્સના એક રિપોર્ટ અનુસાર ઈવી સેગમેન્ટમાં ફોર્ડ સોફ્ટવેરથી ચાલતી ઈલેક્ટ્રિક કાર પર ધ્યાન આપી રહી છે અને ટેસ્લા જેવી કંપની સાથે આ સેક્ટરમાં ભાગ પડાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ વાત પર જ ફોક્સ રાખતા કંપની પોતાનામાં અનેક ફેરફાર કરી રહી છે જેના ભાગરુપે આ છટણી કરવામાં આવી રહી છે. ફોર્ડ મોટરના ચીફ એક્ઝેક્યુટિવ જીમ ફારલે મહીનાઓથી કહેતા આવ્યા છે કે તેમની કંપની પાસે એવા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે, જેમની પાસે ઓટો ઇન્ડસ્ટ્રી માટે ઈલેક્ટ્રિક વ્હીકલ અને ડિજિટલ સર્વિસમાં જરુરી બદલાવ માટે જરુરી કુશળતા નથી. ફારલે અને કંપનીના ચેરમેન બિલ ફોર્ડે એક જોઇન્ટ ઈમેલમાં કહ્યું કે, ’અમે કેટલાક કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરી રહ્યા છીએ અને આ સાથે સમગ્ર બિઝનેસની કાર્યપદ્ધતીને નવેસરથી ઓર્ગેનાઇઝ કરતા તેને વધુ સરળ બનાવી રહ્યા છીએ. તમને તમારા વિસ્તારના લીડર્સ અંગે સપ્તાહના અંત સુધીમાં વધુ જાણકારી મળશે.’ ફોર્ડ દ્વારા કર્મચારીઓને છુટ્ટા કરવાના સમાચાર સામે આવ્યા બાદ વોલ સ્ટ્રીટમાં ફોર્ડના શેરમાં ૫ ટકા જેટલો તગડો ઘટાડો જોવા મળ્યો હતો. ફોર્ડના કર્મચારીઓમાં મોટાભાગના એવા છે જેમને પરંપરાગત કંબશન એન્જીનવાળી ગાડીઓ સપોર્ટ કરવા માટે નોકરી પર રાખવામાં આવ્યા હતા. ફારલેએ આવનારા સમયમાં ફોર્ડ માટે એક વ્યાપક ઈલેક્ટ્રિક વ્હીકલ લાઈનઅપ માટે એક મોડેલ તૈયાર કર્યું છે. જે મુજબ ફોર્ડ પણ હવે ટેસ્લાની જેમ સર્વિસસ આધારીત રેવન્યુ કમાવવા માગે છે, જે ડિજિટલ સોફ્ટવેર અને કનેક્ટિવિટી પર નિર્ભર હોય. એલન મસ્કની ટેસ્લાએ આ વર્ષના પ્રી ટેક્સ પ્રોફિટ માર્જિન મામલે ફોર્ડને પાછળ છોડી દીધી છે. ફારલે આ કારણે જ કંપનીમાં કોસ્ટ કટિંગ પર ભાર આપી રહ્યા છે. સોમવારે ફારલે દ્વારા મોકલવામાં આવેલા ઈમેઇલમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે કંપનીનું કોસ્ટ સ્ટ્રક્ચર પારંપારિક અને નવા પ્રતિસ્પર્ધીઓની તુલનામાં જૂનું અને આઉટડેટેડ થઈ ગયું છે. બીજી તરફ બેટરીની કિંમતમાં સતત વધારો, કાચા માલના સતત વધતા ભાવ અને શિપિંગનો વધતો ખર્ચના કારણે ફોર્ડ સહિત અન્ય ઓટો કંપનીઓ પર પણ વધારાનો ખર્ચ દબાવ વધ્યો છે. ફોર્ડ કંપની હાલ પોતાના બિઝનેસને ત્રણ કેટેગરીમાં વહેંચી રહી છે. આ ત્રણ કેટેગરી એટલે ઈલેક્ટ્રિક વ્હીકલ, ડીઝલ-પેટ્રોલ વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ હશે. આ પહેલા જુલાઈમાં ફારલેએ કહ્યું હતું કે કંપનીના ખર્ચમાં ઘટાડો કરવા માટે ડીઝલ-પેટ્રોલ કેટેગરીમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવશે, જોકે સોમવારે આવેલા ઈમેઇલમાં કહેવામાં આવ્યું કે કંપની દરેક કેટેગીરમાં છટણી કરવાની છે. આ પહેલા વધુ એક મોટી ઓટો કંપની જનરલ મોટર્સે પણ ઈલેક્ટ્રિક વ્હીકલ પર ફોકસ વધારવાને લઈને ૨૦૧૮ના અંતમાં ૧૪૦૦૦ કર્મચારીઓને છૂટા કર્યા હતા.

Related posts

बजट में शेयरों से कमाई पर लॉन्ग टर्म गेंस टैक्स की वापसी

aapnugujarat

બજાજ લાવી રહ્યું છે ટાટા નેનો કરતાં પણ સસ્તી કાર

aapnugujarat

વિશ્વના સૌથી ધનિક દેશોની યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1