Aapnu Gujarat
મનોરંજન

કરણ જોહર આજના એક્ટર્સને સ્ટાર નથી માનતો

કહેવાય છે કે, સ્ટારડમ વધારે ટકતું નથી. ખાસ કરીને અત્યારના બોલિવુડ એક્ટર્સ અને એક્ટ્રેસમાં તે ખૂબ ઓછું જોવા મળે છે. જો કે, અમિતાભ બચ્ચનથી શાહરુખ ખાન સુધીના કેટલાક એક્ટર્સ એવા છે જેમનું સ્ટારડમ આજ દિવસ સુધી ટકી રહ્યું છે. કરણ જોહરે હાલમાં આટલા વર્ષોમાં સ્ટારડમ કેવી રીતે બદલાયું છે તેના વિશે વાત કરી હતી. ફિલ્મમેકરના કહેવા પ્રમાણે, અત્યારની જનરેશનના એક્ટર્સ પોપ્યુલર તો છે પરંતુ તેમનું સ્ટારડમ નથી. કરણ જોહરે કહ્યું હતું કે, આજના એક્ટર્સ અદ્દભુત કલાકારો હોઈ શકે છે પરંતુ તેઓ સ્ટાર નથી. તેણે તેમ પણ ઉમેર્યું હતું કે, તેમની પાસે ઈન્ડસ્ટ્રીના જૂના કલાકારો જેવી આભા નથી. કરણ જોહરે આગળ કહ્યું હતું કે, આજના એક્ટર્સ વિશેની તમામ માહિતી સોશિયલ મીડિયા પર છે. તેમની વિશે પૂરતી મિસ્ટ્રી નથી જે સ્ટારડમ તરફ દોરી શકે, તેમ તેણે ફિલ્મ કમ્પેનિયનના અનુપમા ચોપરાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. કરણ જોહરે બોલિવુડના કિંગ ખાન અને તેના બેસ્ટફ્રેન્ડ શાહરુખ ખાનનું ઉદાહરણ આપ્યું હતું. ડિરેક્ટરે ખુલાસો કર્યો હતો કે, તેના ૫૦મા બર્થ ડે પર યોજાયેલી પાર્ટીમાં અન્ય એક્ટર્સની જેમ શાહરુખે રેડ કાર્પેટ પર વૉક કર્યું નહોતું, જ્યારે તે પાર્ટીમાં પ્રવેશ્યો ત્યારે એક સ્ટારની આભા હતી, જે આ જનરેશનમાં નથી. તેના કહેવા પ્રમાણે, તે સ્ટારડમ છે. કરણ જોહરના ૫૦મા બર્થ ડે પર યોજાયેલી પાર્ટીમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી મોટાભાગના હાજર રહ્યા હતા. પાર્ટીના થોડા દિવસ બાદ શાહરુખ ખાન, આદિત્ય રોય કપૂર તેમજ કેટરીના કૈફ સહિત આશરે ૫૦ મહેમાનોનો કોવિડ ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ કરણ જોહરની બર્થ ડે પાર્ટી કોરોનાનું હોટસ્પોટ બની હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. તેના વિશે વાત કરતાં કરણ જોહરે કહ્યું હતું કે, આ માટે તે પીડિત હોવાનું અનુભવે છે, કારણ કે તે અઠવાડિયે ઘણી બધી ઈવેન્ટ બની હતી, પરંતુ જે પણ સેલિબ્રિટીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેનો દોષ તેના પર ઢોળવામાં આવ્યો હતો. આ દરમિયાન, વર્ક ફ્રંટની વાત કરીએ તો કરણ જોહરની અપકમિંગ ફિલ્મ ’રૌકી ઓર રાની કી પ્રેમ કહાણી’ની રિલીઝની રાહ જોવાઈ રહી છે, જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે જ્યારે શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Related posts

कुशाल टंडन ने अंकिता को डेट करने की बात से किया इंकार

editor

બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે ભારતની રાષ્ટ્રભાષા હિંદી છે : Sonu Nigam

aapnugujarat

नहीं चला अनिल और एश्वर्या का जादू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1