Aapnu Gujarat
મનોરંજન

સમ્રાટ પૃથ્વીરાજ માટે સની દેઓલ હતો પહેલી પસંદ

ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. ૨૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ૧૨ દિવસમાં ૬૩.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની લાઈફટાઈમ કમાણીનો આંકડો ૭૫ કરોડ રૂપિયાને સ્પર્શશે કે કેમ તેની આશંકા છે. બોલિવુડના ખિલાડી અક્ષય કુમારની ૧૦ મહિનામાં આ ત્રીજી ફિલ્મ છે જેના બોક્સઓફિસ પર ખરાબ હાલ થયા છે. ભારતના છેલ્લા હિન્દુ રાજા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પરથી બનેલી ફિલ્મની બોક્સઓફિસ પર આવી હાલત થઈ છે તે વાત ડાયરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ ત્રિવેદી પણ પચાવી નથી શક્યા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ નવભારત ટાઈમ્સ ઓનલાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ૧૮ વર્ષ પહેલા તેમણે આ ફિલ્મ સની દેઓલ માટે લખી હતી. તે આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરવાના હતા પરંતુ માર્કેટમાંથી સપોર્ટ ના મળ્યો. સમ્રાટ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર ઉપરાંત નવોદિત માનુષી છિલ્લર, સોનુ સૂદ, સંજય દત્ત, માનવ વિજ અને આશુતોષ રાણા જેવા દિગ્ગજ કલાકારો છે. આ ફિલ્મ ૩ જૂને રિલીઝ થઈ અને પહેલા દિવસથી જ થિયેટરોમાં દર્શકોની પાંખી હાજરી જોવા મળી હતી. થિયેટરોમાં સીટો ખાલી રહેતાં કેટલાય શો પણ કેન્સલ કરાયા હતા. લગભગ ચાર વર્ષ બાદ ડાયરેક્શનની દુનિયામાં પાછા આવેલા ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આરોપ મૂક્યો છે કે તેમની ફિલ્મને રાજકીય રીતે ટાર્ગેટ કરવામાં આવી છે. તેમણે કહ્યું, “જો ઈતિહાસકારો ફિલ્મ પર સવાલ ઉઠાવત કે પોતાની વાત મૂકત તો મને સારું લાગત. પરંતુ મને લાગે છે કે તમે વાર્તા સાંભળવા જ નથી માગતા એટલે શરૂઆતથી જ તેને નકારી રહ્યા છો અને આ ખોટું છે. ઈતિહાસ આ પ્રકારે નથી ચાલતો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી આગળ કહે છે, ઈતિહાસકારોએ પોતાની ચર્ચા સિનેમાઘરની બહાર કરવી જોઈએ. તેમણે પહેલા ફિલ્મ જોવી જોઈએ. ધર્મ અને રાજકારણથી ઉપર રાખવી જોઈએ. આ ફિલ્મ માત્ર પૃથ્વીરાજના પરાક્રમ અંગે નથી. ફિલ્મના રિવ્યૂ અને પ્રતિસાદ વિશે વાત કરતાં ડાયરેક્ટરે કહ્યું, અમે ફિલ્મને મોટાપાયે બનાવી છે પરંતુ લોકોને વાંધો પડ્યો. મને હજી સુધી નથી સમજાયું કે તેમને સમસ્યા શું છે. લેખકોએ પોતાનું કામ ઈમાનદારીથી કર્યું છે. અમે તથ્યો સાથે ચેડાં નથી કર્યા. અમે પોતાની જવાબદારીને બખૂબી સમજીએ છીએ. સમ્રાટ પૃથ્વીરાજ’ની કાસ્ટિંગને લઈને શરૂઆતથી જ સવાલ ઉઠતાં આવ્યા છે. અક્ષય કુમારથી ૩૦ વર્ષ નાની માનુષી છિલ્લરને લીડ રોલમાં કાસ્ટ કરવા અંગે ડાયરેક્ટર દ્વિવેદી કહે છે, તમે ટીવીની જૂની આઈકોનિક સીરિયલ જોશો તો તેમાં મેઈન લીડમાં જેનું કાસ્ટિંગ થયું છે તેઓ અસલ જિંદગીના પાત્રોથી જુદા જ હતા. ભગવાન કૃષ્ણ શ્યામ રંગના હતા પરંતુ પડદા પર તેમનો રોલ કરનારા એક્ટર ગોરા હતા. પૃથ્વીરાજ કપૂરે અકબરનો રોલ કર્યો હતો પરંતુ તેઓ સહેજપણ અકબર જેવા નહોતા દેખાતા. દરેક ફિલ્મમેકર અક્ષયને પોતાની દ્રષ્ટિથી જુઓ છે. જો તમને ફિલ્મ કે તેનું પાત્ર પસંદ ના આવ્યું તો ઠીક છે પરંતુ આ રીતે કોઈની સામે આંદોલન કરવું યોગ્ય નથી.”

Related posts

સોનાક્ષી આઇટમ સોંગ કરવા તૈયાર

aapnugujarat

સાઇના નહેવાલની બાયોપિકમાં કામ કરવા શ્રદ્ધા કપુરે ટ્રેનિંગ લીધી

aapnugujarat

હવે કરણ પટેલ મી.બજાજની ભૂમિકામાં જોવા મળશે

editor

Leave a Comment

URL